અરવલ્લી : કોરોનાને કહેર (Coronavirus) વચ્ચે તમામ લોકો ભયભીત છે. જેમને કોરોનાની ચેપ લાગ્યો છે તે લોકોમાં ડરનો માહોલ હોય તે સામાન્ય છે પરંતુ જે લોકો સુરક્ષિત છે તેમને પણ સતત કોરોનાનો ચેપ (Corona Infection) લાગવાનો ડર સતાવી રહ્યો છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લા (Aravalli District)ના કોરોના પોઝિટિવ દર્દી (Corona Positive Patient)નો વીડિયો ખૂબ જ લોકપ્રીય થયો છે. જેમાં કોરોનાનો દર્દી લોકોને હિંમત રાખવાનું જણાવી રહ્યો છે.
'હિંમત રાખો, ડરો નહીં'
મળતી માહિતી પ્રમાણે વીડિયો વાયરલ થયો છે તે મોડાસાના રાજલીના એક દર્દીનો છે. હાલ તે કોવિડ 19 હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. યુવકનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં તે કહી રહ્યો છે કે, "અરવલ્લી કોવિડ 19 હૉસ્પિટલમાં હું સારવાર લઈ રહ્યો છું. આ હૉસ્પિટલમાં તમામ સુવિધા છે. ડૉક્ટરો પણ સારા છે. દવા, પાણી સહિત તમામ સુવિધા છે. કોરોનાથી ડરો નહીં. ડરવાનું ન હોય. કોરોના કંઈ નથી. આવા સમયે મનને મજબૂત રાખવું જોઈએ. તમે જો મૂડલેસ રહેશો તો ડર પેસી જશે. ડરથી ગમે તેવો વ્યક્તિ પાછો પડી જાય છે."
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
22મી એપ્રિલના રોજ સાંજે પાંચ વાગ્યા સુધી ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2407 કેસ નોંધાયેલા છે. તેમાંથી 103 લોકોનાં મોત થયા છે, જ્યારે 179 લોકોને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 13 દર્દીઓની હાલત ખૂબ ગંભીર હોવાથી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે અને 2112 દર્દીઓની હાલત સ્થિર છે.
અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં કોરોના વાયરસના 17 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું છે.
Published by:News18 Gujarati
First published:April 23, 2020, 11:02 am