દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ ઠપ, કિલોમીટર સુધી થયો ટ્રાફિક જામ

Haresh Suthar | Pradesh18
Updated: January 3, 2017, 5:45 PM IST
દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ ઠપ, કિલોમીટર સુધી થયો ટ્રાફિક જામ
ચાર દિવસ પહેલાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાપર્ણ કરાયેલ દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ આજે વાહન ચાલકો માટે માથાનો દુ:ખાવો બની છે. ભ્રષ્ટાચાર નાથવા અને વાહનચાલકોની સુવિધા માટે ડિજિટલ કરાયેલ શામળાજી ચેકપોસ્ટે આજે કામગીરી ઠપ થતાં ટ્રાફિક જામ થયો હતો. અંદાજે પાંચેક કિલોમીટર દુર સુધી વાહનો કતારોમાં ઉભા રહી ગયા હતા.
Haresh Suthar | Pradesh18
Updated: January 3, 2017, 5:45 PM IST
અમદાવાદ #ચાર દિવસ પહેલાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાપર્ણ કરાયેલ દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ આજે વાહન ચાલકો માટે માથાનો દુ:ખાવો બની છે. ભ્રષ્ટાચાર નાથવા અને વાહનચાલકોની સુવિધા માટે ડિજિટલ કરાયેલ શામળાજી ચેકપોસ્ટે આજે કામગીરી ઠપ થતાં ટ્રાફિક જામ થયો હતો. અંદાજે પાંચેક કિલોમીટર દુર સુધી વાહનો કતારોમાં ઉભા રહી ગયા હતા.

ડિજિટલ ચેકપોસ્ટે હાલાકી: વાહનોની લાંબી કતારો, ફોટા જોવો અહીં ક્લિક કરો

રાજ્યમાં સૌથી વધુ આવક ધરાવતી શામળાજી ચેકપોસ્ટને અંદાજે 45 કરોડના ખર્ચે આધુનિકરણ કરાઇ અને દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ચારેક દિવસ પૂર્વે જ આ ચેકપોસ્ટને ખુલ્લી મુકવામાં આવી હતી. દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટના લોકાપર્ણ સમયે વાહન ચાલકોની સુવિધા અને ટેકનોલોજીની મોટી મોટી વાતો કરાઇ હતી. પરંતુ પ્રથમ સપ્તાહમાં જ દેશની ડિજિટલ ચેકપોસ્ટની જાણે પોલ ઉઘાડી પડી છે.

આજે સવારથી જ અહીં કામગીરી મંથરગતિએ ચાલતાં હજારો વાહનોનો ખડકલો થઇ ગયો હતો. એક એક કરતાં કલાકોમાં તો પાંચેક કિલોમીટર દુર સુધી વાહનોની કતારો લાગી હતી. જેને પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે આ અંગે આરટીઓ કચેરીના અધિકારીનો સંપર્ક કરાયો હતો પરંતુ એમણે આ મુદ્દે કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
First published: January 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर