યુવરાજ સિંહને અટકાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી
યુવરાજ સિંહે આરોપ લગાવ્યો છે કે, ટ્રોલ આર્મીને પાછળ લગાડીને મારું સોશિયલ મીડિયા હેક કરાવવામાં આવ્યું હતું. હવે ગાંધીનગરમાં જ્યાં રહું છુ, તે મકાન કોર્પોરેટરના દબાણથી ખાલી કરાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં સરકારી ભરતી (Gujarat Government Recruitment)માં થયેલા અનેક કૌભાંડોનો પર્દાફાશ કરનારા આંદોલનકારી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja)ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે પોલીસ (Gandhinagar Police) પર ગાડી ચઢાવી દીધી હતી સાથે જ પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
આ અંગે ગાંધીનગરના એસ.પી. મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિદ્યાસહાયકો સાથે મળીને યુવરાજસિંહ ગાંધીનગર ખાતે આંદોલન કરવા પહોંચ્યા હતા. જ્યાં યુવરાજ સિંહને અટકાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને પોલીસ પર ગાડી ચઢાવી દીધી હતી. જેના લીધી યુવરાજસિંહની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુમાં ગાંધીનગરના એસ.પી. મયુર ચાવડાએ કહ્યું કે, યુવરાજસિંહ જાડેજાની જે માંગ હતી તેને સંતોષવાનો ગાંધીનગર પોલીસે પ્રયાસ કર્યો છે પરંતુ આજે તેણે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે અને તેથી પોલીસ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, યુવરાજ સિંહે આરોપ લગાવ્યો છે કે, ટ્રોલ આર્મીને પાછળ લગાડીને મારું સોશિયલ મીડિયા હેક કરાવવામાં આવ્યું હતું. હવે ગાંધીનગરમાં જ્યાં રહું છુ, તે મકાન કોર્પોરેટરના દબાણથી ખાલી કરાવવામાં આવ્યું છે.વધુમાં યુવરાજસિંહે જણાવ્યું કે, તમારે જે હથકંડા અપનાવવા હોય તે અપનાવો. મને જેટલો તોડવાનો પ્રયત્ન કરશો, એટલો હું વધારે મજબૂત બનીશ, પરંતુ મજબૂર નહીં.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર