Home /News /north-gujarat /

બસમાં જ પ્રસૃતિની પીડાથી કણસતી મહિલા માટે 108ની સેવા દેવદૂત બની

મોડાસાઃમોડાસા-અમદાવાદ એસટી બસમાં આજે મુસાફરી દરમિયાન અેક મહિલાને પ્રસૃતિની પીડા ઉપડી હતી. ત્યારે નજીકના દવાખાને પહોચવું મુશ્કેલ હતું કેમકે મહિલાનો જીવ જોખમમાં મુકાય તેવી સ્થીતી હતી. ત્યારે મેઘરજ તાલુકાના મહિલાનો જીવ બચાવવા 108ની સેવા દેવદૂત બની હતી. અને સ્ટાફ સામે પહોંચ્યો હતો. મહિલાને હેમખેમ મોડાસા એસટી ડેપોમાં બસમાં જ ડિલેવરી કરાવાઇ હતી.108 સેવાની કારણે દંપત્તિના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

અરવલ્લી જીલ્લાના મેઘરજના ભડવચના વતની અને અમદાવાદ શહેરમા કડિયા કામ કરતા મણીલાલ આંબલીયા માટે આજે ૧૦૮ સેવા દેવદૂત બનીને આવી..કારણકે પોતાની પત્નીને ડીલીવરી માટે વતન લઇને અમદાવાદ થી મોડાસાની બસમાં બેઠેલા દંપતીને સ્વપ્નેય ખ્યાલ નહિ હોય કે બસની સફરમાં જ પુત્ર પ્રાપ્તિ થશે.અમદાવાદથી બસમાં બેઠેલા મેઘરજના એક પુત્રી ધરાવતા દંપતી મણીલાલ અને પરીબેન આંબલીયાની ડીલીવરી સમય નજીક આવતા વતનના ગામે ડીલીવરી કરવાનું નક્કી કરી આવવા નીકળ્યા ત્યારે મોડાસા શહેરના એસ.ટી ડેપો વિસ્તારમાં આવી બસ ઉભી રહી અને પ્રસુતા મહિલાને અચાનક અસહ્ય પીડા ઉપડતા પતિએ ૧૦૮ સેવાને કોલ કર્યો ત્યારે લાગ્યું કે સમયસર હોસ્પિટલમાં લઇ જઈ ડીલીવરી કરવામાં આવશે.પણ દુખાવો અસહ્ય થઇ જતા સમય નહિ વેડફી ૧૦૮ના ઈએમટી અભયસિંહ અને પાઈલોટ મહેન્દ્રસિંહે ડીલીવરી કીટ કાઢી બસની અંદર જ સીટ પર મહિલાની ડીલીવરી કરાવી અને મેઘરજના દંપતીને એસટી બસ માં જ પુત્રની પ્રાપ્તિ થઈ.ડીલીવરી બાદ આ મહિલાને પુત્ર સાથે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં વધુ સારવાર અપાઈ હતી.અને દંપતીએ પણ ૧૦૮ણી સેવાનો દિલથી આભાર માન્યો હતો.આ ઘટના મોડાસા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનતા લોકોએ શહેરની ૧૦૮ સેવાના કર્મચારીઓની ભાવનાને બિરદાવી હતી.
First published:

Tags: 108 સેવા, 108 સ્ટાફ, તબિબ, બસમાં પ્રસૃતિ, સેવા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन