Home /News /north-gujarat /

અરવલ્લીના મેઘરજમાથી કોરોના પોઝિટિવ દર્દી ફરાર, સમગ્ર જિલ્લામાં ફફડાટ

અરવલ્લીના મેઘરજમાથી કોરોના પોઝિટિવ દર્દી ફરાર, સમગ્ર જિલ્લામાં ફફડાટ

પ્રતિકાત્મક તસવીર

કોરોના પોઝિટિવ દર્દી ફરાર થવાના કારણે લોકો તથા તંત્રમાં કોરોના સંક્રમણ પ્રસરવાની ભીતિ વ્યાપી છે.

    હાર્દિક પટેલ, મોડાસા : અરવલ્લી (Arvalli) જિલ્લામાં બુધવારના રોજ અચાનક કોરોના વિસ્ફોટ થયો હતો અને એક સાથે 25 કેસ પોઝિટિવ (Corona Positive) નોંધાયા છે. જેમાં ભિલોડા તાલુકાના 10 અને મોડાસા તાલુકાના 13 અને મેઘરજ તથા ધનસુરામાંથી 1-1 કેસ મળી કુલ કોરોના પોઝિટિવના 25 મળી આવ્યા છે. એક દિવસમાં 25 કેસ નોંધાવાને કારણે ભયનો માહોલ પ્રસર્યો છે. આનાથી ચિંતાજનક વાત એ છે કે, મેઘરજમાંથી કોરોના પોઝિટિવ દર્દી ફરાર થયો છે. આરોગ્ય વિભાગ અને પોલીસે આખી રાત આ દર્દીની શોધખોળ કરી પરંતુ હજુ તેનો કઇ પત્તો લાગ્યો ન હતો. કોરોના પોઝિટિવ દર્દી ફરાર થવાના કારણે લોકો તથા તંત્રમાં કોરોના સંક્રમણ પ્રસરવાની ભીતિ વ્યાપી  હતી. જોકે, અંતે પોલીસની મહેનત રંગ લાવી અને ભિલોડાના રામેળા ગામ પાસેથી પોલીસે પોઝિટિવ દર્દીને ઝડપી પાડ્યો છે. આ વ્યક્તિ જળસંચનનો કોન્ટ્રાકટર  હોવાની માહિતી મળી રહી છે.  આ ભાગનાર કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

    ફરાર યુવક જિલ્લા બહારથી આવ્યો હતો

    કોરોના પોઝિટિવ દર્દીનાં ફરાર થવાનાં મામલામાં મળતી માહિતી પ્રમાણે, આ 40 વર્ષનો વ્યક્તિ મેઘરજ નગરની એક સોસાયટીમાં રહેતો હતો. આ યુવક ગઇકાલે રાતે 8 વાગ્યાની આસપાસ ફરાર થયો હતો. આ વ્યક્તિ જિલ્લા બહારથી આવ્યો હતો. આ યુવકને જાણ થઇ કે, પોતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ છે તેની સાથે જ તે ફરાર થયો હતો. જે બાદ આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમે આખી રાત શોધખોળ કરી પરંતુ તેની કોઇ ભાળ હજી સુધી મળી નથી. આ ઘટનાને કારણે આખા પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. આ સાથે બુધવારે અરવલ્લી જિલ્લામાં જુદા જુદા સ્થળે મળીને 25 કેસ નોંધાયા હતા. ત્યારે અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીના કુલ 47 કેસ નોંધાયા સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. જિલ્લાના મોડાસામાં 5, શિલાદ્રી, શોભાયડામાં 3, ટીંટોઈ, બ્રહ્મપુરી, અમલાઈમાં 3, લિંભોઈ, મેઘરજ, સુરપુર, જનાલી ટાંડામાં 3, કરણપુર, સુનોખ, શામપુર, ખડોદા, જાબચીતરીયામાં કેસ નોંધાયા છે.

    આ પણ વાંચો - ગુજરાતમાં કોરોનાને કારણે 6 દિવસમાં 182 મોત, દેશનાં કુલ મૃત્યુમાં 22 ટકાથી વધુ રાજ્યમાં

    ભિલોડા ત્રણ દિવસ સજ્જડ બંધ રહેશે

    અરવલ્લીનાં ભિલોડા વેપારી મંડળે એક મહત્વનો નિર્ણંય લીધો છે. તેઓ આગામી ચાર દિવસ ભિલોડામાં સજ્જડ બંધ પાળશે. દૂધ, મેડિકલ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. એક સાથે તાલુકામાં 10 કેસ સામે આવતા કડક નીર્ણય લેવામાં આવ્યો છે. 7 તારીખથી 10 તારીખ સુધી સજ્જડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

    આ પણ જુઓ - 
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Aravalli, Coronavirus, COVID-19, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन