Coronavirus : દુબઈથી આવેલ કોરોના પોઝિટિવ 54 લોકોને મળ્યો; ગાંધીનગર કલેક્ટરે પોલીસ કેસ કર્યો

News18 Gujarati
Updated: March 24, 2020, 4:17 PM IST
Coronavirus : દુબઈથી આવેલ કોરોના પોઝિટિવ 54 લોકોને મળ્યો; ગાંધીનગર કલેક્ટરે પોલીસ કેસ કર્યો
પ્રતિકાત્મક તસવીર

ઉમંગ પટેલે સંગા સાથેની મુલાકાતની માહિતી છુપાવી હતી. બંને સંક્રમિત થતા આરોગ્ય તંત્ર દોડતું થયું. અન્ય લોકોના રિપોર્ટ નેગેટિવ

  • Share this:
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ (Coronavirus) કેસોની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે. સોમવાર સુધી ગુજરાતમાં પોઝિટિવ કેસોની સંખ્યા 29 હતી. સુરત અને ગાંધીનગર ખાતેના બે-બે વ્યક્તિઓના કોરોના વાયરસના ટેસ્ટ પોઝિટિવ (Coronavirus Positive Case)આવ્યા છે. આ સ્થિતિમાં ગાંધીનગરમાં (Gandhinagar) કોરોના વાયરસના કેસની (Policr complain agaisnt corona victim) માહિતી છુપાવનાર ચાર વ્યક્તિ સામે ગાંધીગરના કલેક્ટર કુલદીપ આર્યએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે ગાંધીનગર સેક્ટર-21માં ઉમંદ પટેલ નામના રહેવાસી સામે ફરિયાદ નોધાવી છે.

આ મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્યએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'ઉમંગ પટેલ નામની વ્યક્તિ 16 તારીખે દુબઈથી આવ્યા હતા. તેઓ સ્થાનિક રીતે તેમના પરિવારને મળ્યા હતા અને લક્ષણો દેખાતા સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયા હતા. તેમને 20મી તારીખે દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે સંપર્ક કરેલા લોકોને પણ ચેક કરવામાં આવ્યા હતા. ગઈકાલે તેમના ફઈ-ફુવાના પોઝિટિવ કેસ આવ્યા છે જેમની માહિતી ઉમંગ પટેલે છુપાવી હતી. ઉમંગ પટેલ પ્રાથમિક તપાસમાં 54 વ્યક્તિને મળ્યો હતો. આ તમામનું સ્ક્રિનીંગ કર્યુ છે અને બે પોઝિટિવ આવ્યા છે. એ લોકો ઉમંગ ભાઈને મળ્યા તેની માહિતી આપી નહોતી.'


આ પણ વાંચો :  Coronavirus : ધોરણ 1-9 અને 11નાં વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી, સરકારની મોટી જાહેરાત

ઉમંગ પટેલના સંક્રમિત થયેલા સગા કોને કોને મળ્યા તેની પણ તપાસ થશે

કુલદીપ આર્યએ જણાવ્યું કે ઉમંગ પટેલના ફઈ-ફૂવા જે સેક્ટર 21માં છે તે પોઝિટિવ આવ્યા છે. તે કોને કોને મળ્યા તેની તપાસ કરવામાં આવશે. આ બેજવાબદારી દાખવવા બદલ આ દર્દી સામે અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 33 પોઝિટિવ કેસમાં ગાંધીનગરના કેસોનો પણ સમાવેશ થાય છે અને ઉમંગ પટેલના કારણે ગાંધીનગરમાં કોરોના સંક્રમિત થવાનું જોખમ હોવાના કારણે તેમના પર ફરિયાદ કરવામાં આવી છે.આ પણ વાંચો : coronavirus : કોરોનાના કારણે રાજ્યસભાની ચૂંટણી મોકૂફ, કોંગ્રેસના 'લોકડાઉન' MLA જયપુરથી પરત આવશે

ગાંધીનગરમાં કચેરી બંધ રાખવા આદેશ

ગાંધીનગરમાં કોરોના વાયરસ ફેલાતા હવે સરકારે કચેરીઓમાં અનઆવશ્યક સ્ટાફ ઘટાડી દીધો છે તેમજ જે કચેરીમાં આવશ્યક કામો નથી થતા તેમના સ્ટાફને ઘરે રહેવા સૂચન કર્યું છે. ગાંધીનગર માં કોરોનાં ના વધુ 2 કેસ નોંધાતા સરકાર નો નિર્ણય લેવાયો છે જેના મુજબ સેક્ટર 29 અને સેક્ટર 23 માં રહેતા કોઈ પણ કર્મચારી કે અધિકારી હવે ઑફિસ નહીં જાય

 

First published: March 24, 2020
વધુ વાંચો
अगली ख़बर