મોડાસા : કોરોના સંક્રમિત યુવકે હિંમતથી લડવા ટિકટોક પર વીડિયો બનાવ્યો, સાજો થઈ પરત આવતા શાનદાર સ્વાગત

TikTokમાં વીડિયો બનાવી અરવલ્લીના દિનેશે કોરોના સામે લડવાની પ્રેરણા આપી છે.

ટિક્ટોક પર પ્રચલિત થનાર યુવકે કોરોનાને મ્હાત આપી, થાળીઓ અને તાળીઓ વગાડીને સ્વાગત કરાયું

 • Share this:
  હાર્દિક પટેલ, અરવલ્લી : કોરોના વાયરસનાં સંક્રમણ સામે રાજ્યમાં એક જંગ ચાલી રહી છે. આ જંગમાં દર્દીઓ સાથે તંત્ર પણ મેદાને છે. જોકે, આખરે તો જે વ્યક્તિ સંક્રમિત થયો છે તે કાતો આ જંગ જીતે છે કા તો હારી જાય છે. જે લોકોના હોસલાં બુલંદ હોય તે વિશ્વની કોઈ પણ મહામારીને માત આપી શકે છે. મોડાસાના (Modasa) એક નાનકડા  ગામના યુવાને આ સાબિત કર્યુ છે. કોરોના સંક્રમિત થતા આ યુવાને હોસ્પિટલમાંથી એક વીડિયો બનાવ્યો હતો અને હિમ્મત પૂર્વક લડવાની વાત કરી હતી. ઉત્તર ગુજરાતમાં આ વીડિયો ટિકટોક (TikTok) પર ખૂબ વાયરલ (viral) થયો હતો. દરમિયાન આ યુવકે કોરોના માત આપી અને સાજો થઈ ઘરે પરત ફરતા તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું

  આ ઘટના સૌના માટે પ્રેરણા જેવી છે. એ મોડાસાના રાજલી ગામનો યુવાન કોરોના વાયરસના કારણે સંક્રમિત થયો હતો. આ યુવાન સાજો થઈ અને પરત ફરતા તેનું આજે સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, તેણે મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી એક વીડિયો બનાવ્યો હતો. મૂછો પર તાવ આપતા આપતા યુવક વીડિયોમાં કહી રહ્યો હતો કે 'કઈ નથી થ્યું હો જેવો હતો એવો જ છું, ખાલી ચહેરો નહીં ઓળખાય' આ વીડિયોને અરવલ્લી જિલ્લામાં લોકોએ અનેકવાર ટિકટોક પર નિહાળ્યો હતો.

  આ પણ વાંચો :  સુરત : લૉકડાઉનમાં વરાછાના રત્નકલાકારનો તાપીમાં કૂદી આપઘાત, પ્રેમિકાને ન મળી શકતા લગાવી મોતની છલાંગ  દરમિયાન આજે આ યુવકને ડિસ્રાજર્જ કરતા તેને એમ્બ્યુલન્સમાં રાજલી મૂકવામાં આવ્યો હતો. જ્યાં તેનું થાળીઓ અને તાલીઓ વગાડીને ગ્રામજનોએ સ્વાગત કર્યુ હતું. ત્યારે સૌના મોઢે એક જ ચર્ચા હતી કે કોરોના સામે લડવા માટે આવો જુસ્સો અને જોશ જરૂરી છે.
  Published by:Jay Mishra
  First published: