Home /News /north-gujarat /

Arvalli news: corona દર્દી કે જેલનો કેદી! ટીંટોઈમાં ઘર આગળ લાકડા મૂકી દર્દી અને પરિવારને કરાયા નજરકેદ

Arvalli news: corona દર્દી કે જેલનો કેદી! ટીંટોઈમાં ઘર આગળ લાકડા મૂકી દર્દી અને પરિવારને કરાયા નજરકેદ

નજરકેદ કોરોના દર્દી

Arvalli corona update: મોડાસા તાલુકાના (modasa taluka) ટીંટોઈ ગામમાં કોરોના સંક્રમિત દર્દી અને તેના પરિવારજનોએ જાણે કોઈ ગુન્હો કર્યો હોય તેમ આરોગ્ય તંત્રએ માનવતા નેવે મૂકી કોરોના સંક્રમિત દર્દીના (corona patient) ઘર બહાર લાકડા મારી ઘરના દરવાજાને બંધ કરી નજરકેદ (internment) કરવામાં આવ્યા હતા.

વધુ જુઓ ...
    હાર્દિક પટેલ, અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં (Arvalli news) કોરોનાનું સંક્રમણ (corona case) સતત વધી રહ્યું છે જીલ્લામાં કોરોના 100થી વધુ એક્ટિવ કેસ છે જીલ્લા આરોગ્ય તંત્ર (District Health System) કોરોના સંક્રમણ અટકાવવા કન્ટેઈમેન્ટ ઝોન (Containment zone) પર ભાર મૂકી રહી છે જો કે આરોગ્ય તંત્ર કોરોના સંક્રમિત દર્દીઓ સાથે સહાનુભૂતિ દાખવવાના બદલે આરોપી જેવો દુર્વ્યવહાર કરતી હોવાની બૂમો ઉઠી રહી છે.

    મોડાસા તાલુકાના (modasa taluka) ટીંટોઈ ગામમાં કોરોના સંક્રમિત દર્દી અને તેના પરિવારજનોએ જાણે કોઈ ગુન્હો કર્યો હોય તેમ આરોગ્ય તંત્રએ માનવતા નેવે મૂકી કોરોના સંક્રમિત દર્દીના ઘર બહાર લાકડા મારી ઘરના દરવાજાને બંધ કરી નજરકેદ કરવામાં આવતા કોરોના સંક્રમિત દર્દી અને પરિવારજનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે

    કોરોના સંક્રમિત દર્દી કોરોના પોઝિટિવ હોવાનું સાંભળતાની સાથે માનસિક રીતે પડી ભાગતો હોય છે ત્યારે તેને માનવીય હૂંફની જરૂર હોય છે બીજીબાજુ અરવલ્લી જીલ્લા આરોગ્ય તંત્રએ માનવતા નેવે મૂકી હોવાનું દર્દી અને પરિવારજનો અહેસાસ અનુભવી રહ્યા છે.

    મોડાસાના ટીંટોઈ ગામે એક વ્યક્તિ કોરોના સંક્રમિત થતા આરોગ્ય તંત્રએ કોરોના સંક્રમિત દર્દીના રહેણાંક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ જાહેર કરવાની સાથે દર્દીના ઘર બહાર લોખંડના દરવાજા આગળ લાકડાની આડાશ ગોઠવી દેતા કોરોના સંક્રમિત દર્દી અને પરિવારજનો માનસિક રીતે પડી ભાગ્યાં છે.

    આ પણ વાંચોઃ-Junagadh news: દૂધના વાહનમાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો, બૂટલેગરોના પ્લાન પર પાણી ફરી વળ્યું

    કોરોના સંક્રમિત દર્દીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમિત થયા પછી હોસ્પિટલમાં સારવાર લીધા પછી રજા આપવામાં આવી છે અને આરોગ્ય તંત્રએ કોરોના સંક્રમિત પોઝિટિવ આવ્યાના સાત દિવસ પછી નજરકેદ કરવાનું કારણ સમજાતું નથી અને હું એક જાગૃત નાગરિક હોવાથી સરકારની ગાઈડલાનનું પાલન કરવા તૈયાર હોવા છતાં આરીતે નજરકેદ કરવામાં આવે તે યોગ્ય નથી ઘરના દરવાજા આગળ લાગેલ લાકડા હટાવી લેવામાં આવેની માંગ કરી હતી.

    આ પણ વાંચોઃ-Dahod: વિચિત્ર અકસ્માત, જે બસ ચલાવીને ગુજરાત આવ્યો હતો એ જ બસે લીધો ડ્રાઈવરનો ભોગ

    ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ભારે ઉછાળો નોંધાઈ રહ્યો છે ત્યારે આવા સમયમાં તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. કોરોના વાયરસને ડામવા માટે તંત્ર કડક નિયમો પાલન કરાવવા માટે કટીબદ્ધ થયું છે. તંત્રએ મહાનગરપાલિકાઓમાં રાત્રી કર્ફ્યૂનો સમય પણ વધારે દીધો છે. અને કન્ટેઈમેન્ટ ઝોનમાં પણ વધારો કર્યો છે. અને તહેવારોને લગતી ગાઈડલાઈન પણ રજૂ કરી દીધી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Arvalli News, Coronavirus, Gujarati news

    આગામી સમાચાર