Home /News /north-gujarat /

75th Independence Day: અરવલ્લીમાં CM ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો

75th Independence Day: અરવલ્લીમાં CM ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધ્વજ વંદન કર્યું.

15th August celebration in Gujarat: 'રાજ્યકક્ષાના સાતમા પગાર પંચ મેળવતા નવ લાખ કર્મચારીઓને 1 જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.'

  અરવલ્લી: જિલ્લામાં રાજ્યકક્ષાનો 76મો સ્વાતંત્ર્ય પર્વ (75th Independence Day celebration in Gujarat) 15 ઓગસ્ટની (15th August Celebration) ઉજવણી મોડાસા ખાતે થઇ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ધ્વજ વંદન કરીને રાજ્યાના લોકો માટે મહત્ત્વની જાહેરાતો પણ કરી છે. નોંધનીય છે કે, મોડાસા એન્જીનીયરીંગ કોલેજ ખાતે મુખ્ય બે ડોમ અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા છે. જ્યાં આ ઉજવણી થઇ રહી છે. આ સ્વાતંત્રય પર્વનો સમગ્ર કાર્યક્રમ 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ એમ બે દિવસ ચાલ્યો છે.

  મુખ્યમંત્રીના સંબોધનના મહત્ત્વના અંશો

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં મોટી જાહેરાત કરતા જણાવ્યુ કે,  'રાજ્યકક્ષાના સાતમા પગાર પંચ મેળવતા નવ લાખ કર્મચારીઓને 1 જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે. '


  2. રાજ્યના તમામ એનએફએસએ ધારકોને પ્રતિ માસ એક કિલો ચણા આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યારે આ સુવિધા તમામ તાલુકાને નથી મળતો.

  3. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ હાલની આવક મર્યાદામાં વધારો કરવામાં આવશે. પ્રતિમાસ 15 હજાર કરવામાં આવશે.

  4. ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવશે. નવી બારસો બી56 બસ સેવામાં મુકવામાં આવશે.

  5. 50 બસ મથકો પર મુસાફરોની સુવિધા માટે એટીએસ પણ મુકવામાં આવશે.

  6. એકતાનગરમાં ત્રણ કરોડની કિંમતે હોસ્પિટલ બનાવવામાં આવશે.

  રાજ્યની શાળાઓમાં માળાખાકીય સગવડો અને શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે મિશન સ્કૂલ ઑફ એક્સેલેન્સ યોજનાનો સુદ્રઢ અમલ કરવામાં આવ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ૫૦ જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ સામાજિક ભાગીદારીના ધોરણે શરુ કરી એક લાખ વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું નક્કર આયોજન કરાયું છે. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત અગ્રેસર હોવાનું મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, સગર્ભા અને ધાત્રી માતા તથા બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' માટે ૮૫૦ કરોડ રૂપિયા  ફાળવ્યા છે. રાજ્યની શાળાઓમાં માળાખાકીય સગવડો અને શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે મિશન સ્કૂલ ઑફ એક્સેલેન્સ યોજનાનો સુદ્રઢ અમલ કરવામાં આવ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ૫૦ જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ સામાજિક ભાગીદારીના ધોરણે શરુ કરી એક લાખ વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું નક્કર આયોજન કરાયું છે. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત અગ્રેસર હોવાનું મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, સગર્ભા અને ધાત્રી માતા તથા બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' માટે ૮૫૦ કરોડ રૂપિયા  ફાળવ્યા છે.

  રાજ્યની ૧૧ લાખ ગંગાસ્વરૂપા બહેનોને પ્રતિમાસ અપાતી રૂ. ૧૨૫૦ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા થાય છે. ઉજ્જવલા યોજના હેઠળ પ લાખથી વધુ મહિલાઓને રાંધણગેસ કનેક્શન આપી ધુમાડામાંથી મુક્તિ આપાઈ છે. આવાસ એ માનવીની મુળ જરૂરિયાત છે ત્યારે, ગુજરાતના ગામે ગામમાં પાકા આવાસની સુવિધા મળતી થઈ છે. ગામડાના લગભગ તમામ ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા રાજ્ય સરકારે નિર્માણ કરી છે. આજે ગુજરાતના તમામ ગામોમાં ઓપ્ટીકલ ફાઈબર નેટવર્કથી ડિજિટલ સેવાઓ સુલભ બની છે. એટલુ જ નહી પરંતુ  મહેસૂલી સેવાઓ સરળ અને ઝડપી બનાવી છે.

  વર્ષો પુરાણા ૨૪ જેટલા વિવિધ મહેસૂલી કાયદાઓ નાબુદ કરીને નાગરિકોને પડતી મુશ્કેલી એક ઝાટકે દૂર કરવાનો નિર્ણય ગુજરાતે કર્યો છે. સિટિઝન સેન્ટ્રીક સેવાઓમાં ટેકનોલોજીના ઉપયોગથી ઇઝ ઓફ લિવિંગ વધાર્યું છે. સાથો સાથ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને પણ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસથી સાકાર કર્યું છે. પારદર્શક નીતિ, સાફ નિયત અને સ્પષ્ટ લક્ષ્યના કારણે ગુજરાત દેશમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ ધરાવતું રાજ્ય બનીને ઉભરી આવ્યું હોવાનુ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું. ગુજરાત શાંત અને સલામત રાજ્ય હોવાનું જણાવી મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, ઉત્તમ આંતરમાળખાકીય સુવિધાઓ, ઉદ્યોગ ફ્રેન્ડલી ઇન્ડસ્ટ્રિયલ પોલીસી, કૌશલ્યવાન શ્રમિકો, વીજળીની ઉપલબ્ધિ વગેરેને કારણે ગુજરાત બેસ્ટ અને સસ્ટેનેબલ સુવિધા ધરાવતું રાજ્ય બન્યું છે.

  ગુજરાત દેશનું સિરામિક હબ, ડાયમંડ હબ, ફાર્માસ્યુટિકલ હબ, પેટ્રોકેમિકલ હબ, ટેક્સટાઇલ હબ, ઓટોમોબાઇલ અને ઇન્ડસ્ટ્રીયલ હબ છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટી- ગિફ્ટ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી, ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, સૌથી પહેલો સોલાર પાર્ક, સૌથી મોટો રોપ વે વગેરે પણ સાકાર થયા છે. મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી, બાયોટેકનોલોજી અને આઇ.ટી. પોલિસી, ડ્રોન પોલિસી, હેરીટેજ ટુરિઝમ પોલિસી, ઇલેક્ટ્રીક વિહિકલ પોલિસી જેવી વિકાસલક્ષી નીતિઓ ઘડી પોલિસી ડ્રીવન સ્ટેટ બન્યું છે. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ, ઇઝ ઓફ લોજિસ્ટિક- લીડ ઇન્ડેક્ષ, પીએમ ગતિ શક્તિ પ્લાન, સ્વચ્છતા અભિયાન, ઓ.ડી.એફ. રેન્કિંગ, સસ્ટેનેબલ ડેવલપમેંટ ગોલ ઇન્ડેક્સ, આવા અનેક માનાંકોમાં ગુજરાત ઘણા વર્ષોથી અવ્વલ સ્થાન મેળવી રહ્યું છે.

  દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર, બુલેટ ટ્રેન, ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર, હાઇબ્રીડ એનર્જી પાર્ક જેવા કંઈક મોટા વિકાસના નજરાણા દેશને આપવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં ઔદ્યોગિક ગતિ-પ્રગતિ સહિતના વિકાસને જે વેગ મળ્યો છે તેના મૂળમાં સુરક્ષા, સલામતિ અને શાંતિ હોવાનું જણાવી મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં જન સલામતી અને માર્ગ સુરક્ષા માટે  CCTV કેમેરા આધારિત વ્યવસ્થા સ્થાપી હતી.  આજે રાજ્યના ૩૪ જિલ્લા મથકો અને ૬ પ્રવાસન સ્થળો સહિત ૭ હજારથી વધુ CCTV Camera નું અભેદ નેટવર્ક ગુજરાતની જનતાની  સલામતી અને સુરક્ષા માટે સજ્જ છે.  વીડિયોમાં સાંભળો મુખ્યમંત્રીની મોટી જાહેરાત  “લાઈન નહિ, ઓન લાઈન” ના કાર્ય મંત્ર સાથે રાજ્યમાં e-FIR સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુડ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાત આજે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ વૈશ્વિક વિકાસ યાત્રાના મૂળમાં નરેન્દ્રભાઇનું છેલ્લા બે દાયકાથી ગુજરાતને સતત મળી રહેલું માર્ગદર્શન છે. છેલ્લા  20 વર્ષના  વિકાસમાં નરેન્દ્રભાઇનો કઠિન પરિશ્રમ દેખાય છે. શાંત, સુરક્ષિત, પ્રગતિશીલ અને સલામત ગુજરાતમાં આ જ રીતે સુરક્ષા અને શાંતિના નવા શિખરો સર કરવા પ્રતિબધ્ધ થવા તેમણે હાકલ કરી હતી.   સર્વગ્રાહી વિકાસના નીતનવા કિર્તીમાન પ્રસ્થાપિત કરવા તથા સ્વતંત્રતાનું આ પર્વ  સૌના દિલ-દિમાગમાં રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ જગાવનાર બને  એવો સંકલ્પ કરવા પણ અનુરોધ કર્યો હતો .
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: CM Bhupendra Patel, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन