મોડાસા : વાંટડા ટોલબૂથ પર અસામાજિક તત્વોનો હુમલો, CCTV વીડિયોમાં કેદ ટોળા સામે ફરિયાદ

સીસીટીવી કેમેરામાં ઝડપાયેલી હુમલાખોરની તસવીર

ટોલા પ્લાઝાના સીસીટીવી વીડિયોમાં હિચકારો હુમલો કેદ, જુઓ કેવી રીતે લુખ્ખા તત્વોએ મચાવ્યો 'આતંક'

 • Share this:
  હાર્દિક પટેલ, અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે આવેલા વાંટડા (Vatda Toll attack by Mob)ટોલ બૂથ પર ગઈકાલે હુમલાની ઘટના સામે આવી હતી. ઘટનામાં કેટલાક શખ્સો દ્વારા પથ્થરમારો કરી અને ટોલ પ્લાઝા પર તોડફોડ મચાવવામાં આવી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરો માટે ટોલા પ્લાઝાના કર્મચારીઓને પણ ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનામાં હવે સીસીટીવી વીડિયોના આધારે પોલીસ (Police complain of Vatda Toll attack) ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોના ટોળા સામે લૂંટની ફરિયાદ દાખલ કરી છે. જોકે, ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી ગયા હતા અને તેમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો.

  ટોલ બૂથ પર ફરજ બજાવતા કર્મચારીઓ હુમલાના પગલે નીચે સંતાઈ ગયા હતા. જોકે, આ આતંકના દૃશ્યો સીસીટીવી વીડિયોમાં કેપ્ચર થઈ રહ્યા હતા. પ્રાપ્ત વીડિયોમાં એક સફેદ કલરનો શર્ટ પહેરેલો શખ્સ દોડીને આવ્યો હતો અને તેણે પથ્થરો મારવાની શરૂઆત કરી હતી.તેની પાછળ આખું ટોળું હતું. આ ટોળાએ વાંટડા ટોલ નાકે આતંક મચાવ્યો હતો.

  આ પણ વાંચો :  ઊના : પોલીસકર્મીની પત્નીએ કર્યો આપઘાત, મહિલાના સમાજનાં આગેવાનોએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો

  આ મામલે ટોલ કર્મચારીઓ દ્વારા મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે, હુમલો કરનારા શખ્સોએ 'એમ્બ્યુયલન્સ કેમ આવવા ન દીધી' તેવું કહ્યું હતું. ટોલા પ્લાઝાના કર્મચારીઓ સાથે કોઈ સ્થાનિકોને માથાકુટ થઈ હતી કે કે કેમ તે તો પોલીસ તપાસના અંતે જાણી શકાશે પરંતુ હાલમાં તો આ દૃશ્યોએ અરવલ્લી જિલ્લામાં ચકચાર મચાવી છે.

  આ પણ વાંચો :   કોડીનાર : CRPFના ગુમ જવાનનું શંકાસ્પદ મોત, મધ્ય પ્રદેશમાં રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળ્યો

  ટોલ કર્મીની ફરિયાદના આધારે મોડાસા ગ્રામ્ય પોલીસ દ્વારા 10 થી વઘુના ટોળા સામે લૂંટની ફરિયાદ દાખલ કરી છે. તહેવારો સમયે પણ ટોલ પ્લાઝામાં ફરજ બજાવતા નિર્દોશ કર્મચારીઓ પર આ પ્રકારનો આક્રોશ કેટલો યોગ્ય છે તેવા સવાલો પણ સર્જાઈ રહ્યા હતા. જો કોઈ તકરાર હતી તો તેની રજૂઆત થઈ શકી હોત પરંતુ આ પ્રકારે રાષ્ટ્રની સંપતિને નુકશાન પહોંચાડવું ગેરકાયદસેર હોવાથી આ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. જોકે, પોલીસ તેમની ધરપકડ કર્યા બાદ પુછતાછ કરશે તો ત્યારે જ મામલાની ખરી હકિતત સામે આવી શકશે.
  Published by:Jay Mishra
  First published: