દિવેલાના ભાવે ખેડૂતોની 'દિવાળી' બગાડી; એક મણે 350 રૂપિયા ઘટ્યા 

News18 Gujarati
Updated: October 5, 2019, 12:23 PM IST
દિવેલાના ભાવે ખેડૂતોની 'દિવાળી' બગાડી; એક મણે 350 રૂપિયા ઘટ્યા 
પ્રતીકાત્મક તસવીર

દસ દિવસ પહેલા એક મણ (20 કિલો) દિવેલાનો ભાવ 1150 રૂપિયા હતો. આ ભાવ ઘટીને હવે માત્ર રૂપિયા 800 થી 840 રૂપિયા (20 કિલો) થઇ ગયો છે.

  • Share this:
હાર્દિક પટેલ, અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં દિવેલાના ભાવમાં પ્રતિ ૨૦ કિલોએ ૩૫૦ રૂપિયાનો ભાવ ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી બની.

સરકારે હજુ દિવેલાના ટેકાના ભાગ જાહેર કર્યા નથી. ખેડૂતોને આશા હતી કે, સરકાર સારા ભાવ આપે ત્યારે દિવેલા વેચશે પણ આ આશા પર પાણી ફરી વળ્યું છે અને ખેડૂતો પાયમાલ થવાના આરે આવીને ઉભા છે.

દિવેલાના ભાવ ઘટતા ખેડૂતો સાવ ઓછા ભાવે તેમની જણસ વેચવા મજબૂર બન્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા દસ દિવસમાં દિવેલાના ભાવમાં રૂપિયા 325 થી 350 સુધીનો ઘટાડો નોંધાયો છે.

માર્કેટિંગ યાર્ડના સુત્રોના જણાવ્યા અનુસાર, દસ દિવસ પહેલા એક મણ (20 કિલો) દિવેલાનો ભાવ 1150 રૂપિયા હતો. આ ભાવ ઘટીને હવે માત્ર રૂપિયા 800 થી 840 રૂપિયા (20 કિલો) થઇ ગયો છે. ખેડૂતોને આ ભાવ પોષાય તેમ નથી.

આ દેશમાં ખેડૂત હોવું હવે અભિશાપ બની ગયું છે. ખેતપેદાશનો ભાવ વધે તો, શહેરની મધ્યમ વર્ગને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક જે-તે ખેત પેદાશની નિકાસ પર પ્રતિબંધ મૂકી છે અને ખેડૂતોને ભાવ સારા મળતા નથી પણ ખેડૂતોને મુશ્કેલી પડે ત્યારે તેમની વ્હારે કોઇ આવતું નથી તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન સિઝનનો 130 ટકા વરસાદ પડ્યો છે. ખેડૂતો માટે આ વરસાદ અતિવૃષ્ટિ છે. એક તરફ ખેડૂતોનો મગફળીનો પાક ધોવાઇ ગયો અને બીજી તરફ, દિવેલાના પાકને પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂતો કહે છે કે, જાએ તો જાએ કંહા ? 
First published: October 5, 2019
વધુ વાંચો
अगली ख़बर