અરવલ્લી: દારૂ ભરેલી કાર પલટી મારતાં એકનું મોત, એક ફરાર

  • Share this:
અરવલ્લી: ધનસુરાના શિણોલ પાસે દારૂ ભરેલી કાર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે કારમાં સવાર એક વ્યક્તિ ફરાર થઈ ગયો છે.

બનાવની વિગત અનુસાર અરવલ્લી જિલ્લાના ધનસુરાના શિણોલ પાસે ગઈકાલે મોડી રાત્રે કાર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તો સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન કારમાંથી વિદેશી દારૂઓની પેટી મળી આવી હતી. જ્યારે કારમાં સવાર એક વ્યક્તિ ફરાર થઈ ગયો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. અને સમગ્ર મામલે તપાસની કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Nisha Kachhadiya
First published: