અરવલ્લી: બૂટલેગરોને પકડવા જતા પોલીસ પર હુમલો, 2 જવાન ઈજાગ્રસ્ત

News18 Gujarati
Updated: April 25, 2018, 1:18 PM IST
અરવલ્લી: બૂટલેગરોને પકડવા જતા પોલીસ પર હુમલો, 2 જવાન ઈજાગ્રસ્ત

  • Share this:
અરવલ્લી: છેલ્લા એક અઠવાડિયામાં પોલીસ પર હુમલો થયો હોય તેવી આ ત્રીજી ઘટના સામે આવી છે. અરવલ્લીના ભિલોડાના ડોડીસરા પાસે RR સેલના જવાન પર 7 ઈસમોએ હુમલો કર્યો હતો. જેથી હુમલામાં ઈજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની વિગત અનુસાર અરવલ્લીના ભિલોડાના ડોડીસરા પાસેથી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. અને આ કારનો પીછો કર્યો હતો. પરંતુ દારૂ ભરેલી કારના ડ્રાઈવરે પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. અંદાજીત 7 બુટલેગરોએ પોલીસ પર હિંચકારો હુમલો કર્યો હતો. જેમાં 2 પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા હતો. જેથી તેને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.



આમ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે. અને જાણે પોલીસનો કોઈ કૌફ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગઈકાલે પણ અરવલ્લીમાં ફિલ્મી ઢબે બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો. અને ફરાર થઈ ગયા. અને થોડા દિવસ પહેલા વલસાડમાં પણ બુટલેગરોએ પોલીસ પર હિંચકારો હુમલો કર્યો હતો.

મહત્વનું છે કે આ પહેલા વલસાડમાં બુટલેગરોને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જ્યા પોલીસને પોતાના બચાવ માટે 2 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. જિલ્લામાં દારૂના કેસના વોન્ટેડ આરોપીને પકડવા જતા બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં પોલીસકર્મી ઈજાગ્રસ્ત પણ થયા હતા. ત્યારે વધુ એક ઘટના અરવલ્લીમાંથી સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
First published: April 25, 2018, 1:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading