આક્ષેપ! ખનીજ માફીયાઓને છાવરે છે તંત્ર, ક્વોરી માલિકોના ફાયદા માટે કપાયા 200 વૃક્ષ

News18 Gujarati
Updated: June 15, 2018, 7:06 PM IST
આક્ષેપ! ખનીજ માફીયાઓને છાવરે છે તંત્ર, ક્વોરી માલિકોના ફાયદા માટે કપાયા 200 વૃક્ષ

  • Share this:
સાબરકાંઠા જીલ્લાનું માત્ર ખાણ ખનીજ વિભાગ જ આ ખનીજ માફીયાઓને છાવરે છે એમ નથી. જીલ્લાનું ફોરેસ્ટ વિભાગ અને સિંચાઈ વિભાગ પણ આ લોકોને સહકાર આપે છે. જેનું જીવતુ જાગતુ ઉદાહરણ છે 200 જેટલા વૃક્ષોની કાપણી.

રોડ અને મકાન બનાવવાના કામ માટે વપરાતી કપચીની અહીંથી રોજની 1000 જેટલી ટ્રકો પસાર થાય છે. ત્યારે આ ટ્રકો પસાર કરવા માટે અહીંના ક્વોરીઓના માલિકોએ જંગલ વિભાગની જમીનમાંથી રોડ બનાવ્યો છે. સ્થાનિકોના મતે અહીં થોડા સમય પહેલા 200 જેટલા વૃક્ષો હતા, પરંતુ આજે એ વૃક્ષો કાપી નખાયા છે, અને ત્યાં બનાવી દેવાયો છે રોડ. આટલી મોટી માત્રામાં વૃક્ષો કાપી નાખ્યા હોવા છતાં આજ દિન સુધી જંગલ વિભાગનો એક પણ કર્મચારી કે પછી અધિકારી અહી નજર નાખવા નથી આવ્યા.

સ્થાનિક રસિકભાઈ પટેલે જણાવ્યું કે, 1998ના વર્ષમાં વનીકરણ કરવામાં આવ્યુ હતુ અને ઠરાવ કરીને ક્લવોરી ઉધોગને આપી દેવામાં આવ્યો છે અને અનેક વૃક્ષો કાપી નાખ્યા છે અનેક રજુઆતો કરવા છતા પણ કંઈ થતુ નથી.

જો વાત કરીએ ગૌચરની તો ગામમાં 500થી વધુ પશુઓ છે, અને આ પશુઓ માટે અહીં 50 વિઘા જમીનમાં ગૌચર હતું. જે આજે માંડ ૩ વિઘા જેટલું બચ્યું છે, અને તે પણ બિન ઉપજાઉ. કવોરી માલિકોએ વેસ્ટના ગૌચરમાં ઢગ ખડકી દેતા પશુ માટે ઘાસચારાનો પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. તો બીજી બાજુ પંચાયતની મંજુરી વગર બનાવાયેલ રોડ ગામ લોકોએ તોડી નાખતા ગામલોકો સામે પોલીસ ફરિયાદ કરી તેમની વિરુધ્ધ પોલિસે કાર્યવાહી પણ કરી હતી.

સ્થાનિક રસુલભાઈએ જણાવ્યું કે, અહીં 50 વીધામાં ગૌચર આવેલુ છે અને અહી ક્વોરી વાળાઓએ ગૌચર નષ્ટ કરી દીધુ છે, આવનાર સમયે પશુઓને નુકશાન કરી શકે તેમ છે.

તલોદ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ જણાવ્યું કે, આ સંદર્ભે વિધાનસભામાં સતત પાંચ વર્ષ રજુઆતો કરી છે અને જે ચેક ડેમ પણ પુરાઈ રહ્યો છે, વૃક્ષો કપાઈ રહ્યા છે તે બાબતે તાત્કાલીક કલેક્ટરે અને તંત્ર દ્રારા નીવેડો લાવવો જોઈએ, નદી પણ પુરાઈ રહી છે.ગાયો અને ગૌચરોના નામે એક તરફ રાજકારણ રમાઇ રહ્યુ છે. જળ સંચય અભિયાનના નામે પોતાનું માર્કેટીંગ કરાય છે. ત્યારે અહીં આ બધી યોજનાઓનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. તેમ છતાં વહીવટી તંત્રનાં પેટનું પાણી પણ નથી હાલતું.

સ્ટોરી - ઈશાન પરમાર
First published: June 15, 2018, 7:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading