બાયડ પેટા ચૂંટણી : રસાકસી બાદ પક્ષપલટું ધવલસિંહ ઝાલાને મતદારોનો જાકારો

બાયડ પેટા ચૂંટણી : રસાકસી બાદ પક્ષપલટું ધવલસિંહ ઝાલાને મતદારોનો જાકારો
ધવલસિંહ ઝાલા

બાયડ બેઠક પર અંતિમ રાઉન્ડ સુધી હાર જીત નક્કી થઈ શકી ન હતી, અંતિમ બે ઇવીએમથી હાર-જીત નક્કી થઈ.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : બાયડ બેઠક પર ખૂબ જ રસાકસી બાદ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાની હાર થઈ છે. ધવલસિંહ ઝાલા કૉંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા. ધવલસિંહ સામે કૉંગ્રેસે જશુભાઈ પટેલને ટિકિટ આપી હતી. ચૂંટણી પરિણામ પરથી સાબિત થયું છે કે બાયડની જનતાએ પક્ષપલટું નેતાને નકારી દીધા છે.

  શરૂઆતથી કૉંગ્રેસના ઉમેદવાર લીડમાં હતા  ગુરુવારે સવારે મતગણતરી શરૂ થઈ ત્યારથી જ બાયડ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલ આગળ રહ્યા હતા. એક સમયે કૉંગ્રેસના ઉમેદવારે છ હજારથી વધુ મતોનો લીડ મેળવી લીધી હતી. જોકે, અંતિમ રાઉન્ડોમાં આ લીડ ઘટી હતી. જે બાદમાં ભાજપના ઉમેદવાર ઓછી લીડથી જીતશે તેવો માહોલ ઉભો થયો હતો.

  આ પણ વાંચો : પેટા ચૂંટણી : એક ક્લિકમાં જાણો ગુજરાતની છ બેઠકનું ચૂંટણી પરિણામ

  અંતિમ રાઉન્ડમાં ફેંસલો

  બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અંતિમ રાઉન્ડ સુધી હાર-જીત નક્કી થઈ શકી ન હતી. કારણ કે કૉંગ્રેસના ઉમેદવારને ખૂબ ઓછી લીડ હતી, જ્યારે એક ઇવીએમની મતગણતરી બાકી હતી. આથી આ બેઠક પર અંતિમ રાઉન્ડની ગણતરી સુધી રસાકસી જોવા મળી હતી.

  ધવલસિંહ ઝાલા કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા

  બાયડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ધવલસિંહે અલ્પેશ ઠાકોર સાથે જ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યસભાની ચૂંટણી બાદ ધવલસિંહ અને અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું.

  EWMમાં ખામી

  બાયડ બેઠક પર રસાકસી દરમિયાન બે ઇવીએમમાં ખાસી સર્જાઈ હોવાની વાત સામે આવી છે. અલવા અને વિરણીયાના બે ઈવીએમની ગણતરી બાકી હતી તેમાં ખામી હોવાની માહિતી મળી છે. બે ઈવીએમની ગણતરી બાકી હતી ત્યારે જ ઈવીએમમાં ખામી આવતા રસાકસીના જંગલમાં નવો વળાંક આવ્યો હતો.

  First published:October 24, 2019, 13:07 pm

  टॉप स्टोरीज