Home /News /north-gujarat /અરવલ્લી: LRD તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીનાં આપઘાતથી ચકચાર
અરવલ્લી: LRD તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીનાં આપઘાતથી ચકચાર
મહિલા પોલીસકર્મીનો આપઘાત.
Bhiloda LRD woman constable suicide: ભિલોડાની પોલીસ લાઇનના ક્વાર્ટર ખાતે રહેતા અને એલઆરડી પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય મંગુબેન નિનામાએ ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો છે.
અરવલ્લી: લોકો અગમ્ય કારણોને લીધે આપઘાત કરી લેતા હોય છે. દરરોજ પોલીસ ચોપડે આપઘાત (Suicide cases)નાં અનેક બનાવો નોંધાતા હોય છે. જોકે, અરવલ્લી જિલ્લાના ભિલોડા (Bhiloda)માં એક મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગત અઠવાડિયે અમદાવાદ ખાતે પણ એક પોલીસ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનની અંદર જ જાતે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. હવે ભિલોડામાં પોલીસ લાઈનમાં રહેતા મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.
ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો
મળતી માહિતી પ્રમાણે ભિલોડાની પોલીસ લાઇનના ક્વાર્ટર ખાતે રહેતા અને એલઆરડી પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય મંગુબેન નિનામા (Manguben Ninama)એ ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો છે. પતિ સાથે ઘરકંકાસને લઈને મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધાનું પોલીસનું માનવું છે. મહિલાના પતિ એસઆરપીમાં ફરજ બજાવે છે. બનાવ બાદ ભિલોડા પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.
મહિલા પોલીસકર્મીએ તા. 21ના રોજ રાત્રે 11.30 વાગ્યા પહેલા પોતાના ઘરે જ અગમ્ય કારણસર આપઘાત કરી લીધો હતો. જે બાદમાં રાત્રે 12.30 વાગ્યાની આસપાસ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે ભિલોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત
15 જુલાઈના રોજ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન (Paldi police station)માં હેડ કોન્સ્પેબલ ઉમેશ ભાટિયા (Constable Umesh Bhatiya suicide)એ ગોળી મારી આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં ઉમેશ ભાટિયા રોજ વૉટ્સએપ સ્ટેટ્સ (Whatsapp status)માં ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના જ સ્ટેટ્સ મૂકતા હતા. ઘટના બની તે દિવસે તેઓએ વોટ્સએપ સ્ટેટ્સમાં બાય બાયના સિમ્બોલ (Bye bye symbol)દર્શાવતું ઇમોજી મૂક્યું હતું. બીજી તરફ હજુ સુધી તેમના મોતનું કારણ સામે આવ્યું નથી.
આ પણ વાંચો: બનાસકાંઠા: મોડી રાત્રે બાઇક સ્લીપ થતાં બે યુવકનાં કમકમાટીભર્યાં મોત, લોહીના ખાબોચીયા ભરાયા પાલડી પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા હે.કો. ઉમેશભાઈ ભાટિયાના આપઘાત મામલે પોલીસબેડાના કહેવા મુજબ ઉમેશભાઈ એકદમ શાંત સ્વભાવના હતા. ફરજમાં નિષ્ઠાવાન પોલીસકર્મી તરીકેની ઉમેશભાઈની છાપ હતી. ક્યારેય કામ સિવાય કોઈ વિવાદમાં પણ તેઓ આવતા નહીં. ઉમેશભાઈ તમામ સ્ટાફ સાથે હળીમળીને રહેવાવાળા વ્યક્તિ હતા. અધિકારીઓનું જણાવવું છે કે, એકાઉન્ટ વિભાગમાં ઉમેશભાઈ હોય ત્યારે કોઈ અધિકારીને કામની ચિંતા રહેતી જ ન હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર