અરવલ્લી: રાજ્યમાં દરરોજ અકસ્માત (Gujarat road accidents)ના અનેક બનાવો બનતા હોય છે. ખોટી ઉતાવળ કે બેદરકારીથી વાહન ચલાવવાને લઈને અકસ્માત થતા હોય છે. અરવલ્લીના ભિલોડામાં થયેલા કાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ (Bhiloda car accident CCTV) સામે આવ્યા છે. આ બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે કાર ધડાકાભેર રોડના ડિવાઇર સાથે અથડાય છે. જે બાદમાં કાર પલટી જાય છે અને ભમરડાની જેમ રોડ પર ફરવા લાગે છે.
મળતી માહિતી પ્રમાણે ભિલોડાની બજાર (Bhiloda main market)માં એક કાર ડિવાઇડર સાથે ટકરાઈને પલટી ગઈ હતી. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં કારની ઝડપ ખૂબ વધારે હોવાનું જોઈ શકાય છે. કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઇડર સાથે ટકરાઈ હતી. ડિવાઇડર સાથે ટક્કર બાદ કાર સીધી પલટી ગઈ હતી. આ બનાવમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મળતી માહિતી પ્રમાણે કાર શામળાજી તરફથી ભિલોડા તરફ આવી રહી હતી. કાર ભર બજાર વચ્ચે ડિવાઈડર સાથે ટક્કર બાદ બે પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત વહેલી સવારે ખાલી બજારમાં બન્યો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જો દિવસ દરમિયાન આ બનાવ બન્યો હોત તો વધારે જાનહાની થઈ શકતી હતી. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યાવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે આ અકસ્માત વહેલી સવારે 5:23 વાગ્યાની આસપાસ બન્યો હતો. સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે કાર ચાલકે ફૂલ સ્પીડમાં આવીને સીધી જ ડિવાઇડરને ટક્કર મારી દીધી હતી. જે બાદમાં કાર પલટી ગઈ હતી. અકસ્માત થયો ત્યારે સામેની બાજુએ બીજું એક વાહન પણ પસાર થઈ રહ્યું હતું. અકસ્માત આસપાસના લોકો એકઠા થયા હતા. જે બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના ઇડરના કડિયાદરા નજીક રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં બે બાળકો અને રિક્ષા ચાલકનું મોત થયું છે. વિજયનગરના પોળો ફોરેસ્ટથી પરત આવતી રિક્ષાને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં સાત લોકોને ઇજા પહોંચી છે. મૃતક અને ઇજાગ્રસ્તો આકોદરા અને ઓરાણ ગામના હોવાની માહિતી મળી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર