Home /News /north-gujarat /

બોલ માડી અંબે!ના નાદ સાથે અરવલ્લીના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા

બોલ માડી અંબે!ના નાદ સાથે અરવલ્લીના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા

અંબાજી પદયાત્રાએ જતા ભક્તો

ભાદરવી પૂર્ણિમાએ જગદ જનની મા અંબાનો પ્રાગટય દિવસ મનાય છે. માતાજીના પ્રાગટય દિવસે સમગ્ર રાજ્યમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માંના ચરણે શિષ નમાવવા જાય છે.

    ભાદરવી પૂર્ણિમાએ જગદ જનનીમાં અંબાના પ્રાગટય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના માર્ગો ઉપર હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઇ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા છે. બોલ માડી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા હિંમતનગર શામળાજી ભિલોડા સહિતના માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહયા છે.

    ભાદરવી પૂર્ણિમાએ જગદ જનની મા અંબાનો પ્રાગટય દિવસ મનાય છે. માતાજીના પ્રાગટય દિવસે સમગ્ર રાજ્યમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માંના ચરણે શિષ નમાવવા જાય છે. ચાલુ વર્ષે આગામી અઠવાડિયામાં માતાજીનો પ્રાગટય દિવસ આવી રહ્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાંથી ભક્તોનો અવિરત પ્રવાહ રાજ્યના માર્ગો ઉપર ચાલતો થયો છે.

    સમગ્ર રાજ્યમાંથી પદયાત્રીઓ માતાજીના રથ સાથે અંબાજી જવા રવાના થતા અરવલ્લી જિલ્લાના મોડાસા, હિંમતનગર, શામળાજી, ભિલોડા સહિતના માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહયા છે. જિલ્લાના બધાજ માર્ગો ઉપર માતાજીના રથ સાથે પદયાત્રીઓ નાચતા ગાતા અંબાજી તરફ જવા રવાના થયા છે. બીજી તરફ આ પદયાત્રીઓ માટે ઠેર ઠેર વિસામાં કેન્દ્રો ચાલુ થયા છે, ત્યારે હાલ જિલ્લાના માર્ગો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહયા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ambaji padyatra, Bhadarvi poonam padyatra, અંબાજી મંદિર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन