હાર્દિક પટેલ, અરવલ્લી : ઉત્તર ગુજરાતના (North Gujarat) અરવલ્લી (Arvalli) જિલ્લાના બાયડમાં (Bayad) આજે એક કરપીપણ હત્યા (Murder) કેસ સામે આવ્યો છે. અહીંયા પતિએ પત્નીને (Wife) બોથડ પદાર્થના ફટકા મારી અને મોતને ઘાટ ઉતારી નાખી છે. હત્યારા પતિ (Husband) પર આક્ષેપ છે કે તેણે 6 સંતાનોની માતાન તીક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થાના ઘા ઝીંકીને ઠંડે કલેજે ખૂન કર્યુ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પણ સામે આવ્યું છે અને સાવ નજીવી બાબતમાં હત્યા થઈ હોવાનું જણાય છે.
બનાવની વિગતો એવી છે કે અરવલ્લી જિલ્લામાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને મહિલાઓની સલામતી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો અરવલ્લીના બાયડ તાલુકામાં સામે આવ્યો છે.
બાયડ તાલુકા ના રડોદરા ખાતે આવેલા ઈન્દીરા નગર વિસ્તારમાં રહેતા પરિવારના આંતરિક ઝઘડામાં પતિએ લાકડી ના ઘા મારી પત્નીનું મોત નિપજાવ્યું હોવાનો કિસ્સો સામેં આવ્યો છે.ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પત્નીના શરીર પર મળ્યા ઈજાના નિશાનો
ડોદરા ના ઈન્દીરાનગર ખાતે રહેતા રાજુભાઈ લાલજીભાઈ વસાવા અને તેમની પત્ની તારાબેન રાજુભાઈ વસાવા બન્ને પતિ - પત્ની વચ્ચે અવાર નવાર આંતરિક ઝઘડા થતા હતા.ત્યારે વધુ એક વખતે થયેલા આંતરિક ઝઘડામાં મહિલાને લાકડીના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરવામાં આવતા મહિલાનું મોત નીપજ્યું હતું
.ઘટનાની જાણ બાયડ પોલીસ ને થતાં પોલીસે ઘટના સ્થળે. પહોંચી હત્યારા પતિ ને ઝડપી પાડી જેલ ના સડીયા પાછળ ધકેલી દીધો છે. મહત્વનું એ છે કે આ પતિ - પત્નીના આંતરિક ઝઘડામાં 6 સંતાનોને તેમની માતા ગુમાવવાનો વારો આવ્યો છે.
" isDesktop="true" id="1111094" >
મહિલાના પેટ પર તીક્ષ્ણ હથિયારના નિશાન
ઉલ્લેખનીય છે કે મૃતક મહિલાની તસવીરમાં તેના પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના નિશાન જોવા મળ્યા છે. ત્યારે આ હત્યારા પતિએ ઈરાદાપૂર્વક જ અગાઉથી આયોજન કરીને હત્યા કરી હોય તો પણ નવાઈ નહી. પતિ-પત્ની વચ્ચે અગાઉથી તકરારા ચાલી રહી હતી તેવામાં પતિએ પત્નીની હત્યા કરી નાખાત એક બે નહીં પરંતુ 6 સંતાનોએ માનો ખોળો ગુમાવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર