હાર્દિક પટેલ, અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં શામળાજી-રતનપુર બોર્ડર પર પોલીસ જવાનનું રાત્રીના 11 વાગ્યાના સુમારે અકસ્માતમાં મોત નિપજતા સમગ્ર પોલીસ બેડામાં ગમગીની વ્યાપી ગઈ છે. શામળાજી પોલીસે ટેમ્પો ચાલાક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે ફરજ પર હાજર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) સુરેશભાઈ બારોટ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બેફામ ગતિથી દોડી આવેલા ટેમ્પોએ ટક્કર મારી હતી. જીવલેણ ટક્કરથી તેમના શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું મોત થયું હતું.
એ.એસ.આઈ સુરેશભાઇના અંતિમ સંસ્કાર તેમના વતન મોડાસાના ઇટાડી ગામે ખાતે કરવામાં આવશે. જિલ્લા પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સરકાર એક તરફ હાઇવે વધુ સુરક્ષિત બનાવવા માટે કરોડોનું આંધણ કરે છે, ગતિ નિયંત્રણ માટે સ્પીડ ચેક પણ કરવામાં આવે છે છતાં વાહન ચાલકો બેફામ ગતિથી વાહનો હંકારતા હોઈ નિર્દોષ લોકો જાન ગુમાવી રહ્યા છે. આ સમયે વાહન ચાલકો માટેના નિયમોનો કડક રીતે અમલ થાય તે માટેની માંગ ઉઠી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર