મોડાસા : કરૂણ ઘટના! પિતા માટે ઑક્સીજન લેવા નીકળેલા પુત્રની કારનો અકસ્માત, બેનાં મોત, બનાવ CCTVમાં કેદ

મોડાસા અકસ્માતનો સીસીટીવી વીડિયો સામે આવ્યો

મોડાસમાં ગઈકાલે થયેલા અકસ્માતના સીસીટીવી વીડિયો સામે આવ્યા, કાળજું કંપનાવી નાખતી ઘટના

 • Share this:
  હાર્દિક પટેલ, અરવલ્લી : અરવલ્લી જિલ્લના વડામથક મોડાસામાં ગઈકાલે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીંયા અકસ્માતમાં કારમાં ઑક્સીજન લેવા માટે જઈ રહેલા બે યુવકોનાં કરૂણ મોત થયા હતા. જોકે, આજે આ આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા હતા જેમાં અકસ્માત કઈ રીતે થયો તે જાણી શકાય છે.

  બનાવની વિગત એવી છે કે અરવલ્લીના મોડાસામાં ગઈકાલે મોડાસા શહેરના મેઘરજ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી કાર ધડાકાભેર પોલી સાથે અથડાઈ હતી. આ કાર અથડાયા બાદ કારનો કચ્ચરઘાણ નીકળી ગયોહતો જ્યારે તેમાં સવારે બે યુવકોનાં મોત થયા હતા. આ ઘટના નજીકના કૉમ્પલેક્ષમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

  આ પણ વાંચો : સુરત : ડિવોર્સી યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ, યુવકે નોકરીની લાલચે ઓફિસ બોલાવી ઈજ્જત લૂંટી

  જોકે, અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવક ઑક્સીજન લેવા નીકળ્યો હોવાની વિગતો સામે આવી હતી. પિતા કોરોના સંક્રમિત હોવાના કારણે ઑક્સીજન લેવા જઈ રહેલા આ યુવકનું આ અકસ્માતમાં કરૂણ મોત થયું હતું. આમ પિતાનો જીવ બચાવવા નીકળેલા પુત્રની કારને અકસ્માત નડતા બે યુવકોનાં જીવ ગયા હતા.  પિતાની જિંદગી બચાવવા માટે નીકળેલા પુત્રની કાર કાળનો કોળિયો બની જતા પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. પિતાની ઑક્સીજનની તાતી જરૂરિયાત હોવાના કારણે પિતાની જિંદગી બચાવવા માટે પુરપાટે કાર લઈને જઈ રહેલા યુવકનુ અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

  આમ આ સ્થિતિમાં પિતાનો જીવ બચાવવા નીકળેલા પુત્રની કારને કાળ ભેટી ગયો હતો. જોકે, મૃતકોની ઓળખ હજુ થઈ શકી નથી તેથી તેની વિગતવારે માહિતી સામે આવી નથી.
  Published by:Jay Mishra
  First published: