મોડાસાની મૃતક યુવતીની બે બહેનપણીઓની ઓડિયો ક્લિપ વાયરલ, મામલો વધુ ગૂંચવાયો

Youtube Video

મોડાસાની સાયરાની મૃતક યુવતીનાં મામલે તેની બે બહેનપણીઓનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે.

 • Share this:
  અરવલ્લી : મોડાસાની સાયરાની મૃતક યુવતીનાં મામલે તેની બે બહેનપણીઓનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. આ ઓડિયો ક્લિપની વાતમાં જીગર નામના યુવકનું નામ બોલવામાં આવે છે. હાલ તો પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

  આ ઓડિયો ક્લિપમાં સંભળાય છે તે પ્રમાણે, તેઓ વાત કરી રહ્યાં છે કે, મોડાસાની મૃતક યુવતીને તેણે એક રિક્ષામાં બેસાડી હતી. રિક્ષાવાળા ભાઇને જણાવ્યું હતું કે, આ યુવતીને સાયરા સિવાય ક્યાંય બીજે ઉતારશો નહીં તે વચ્ચે ઉતરવાનું કહે તો પણ તેને સાયરા જ ઉતારજો. મહત્વનું છે કે, જે બે યુવતીઓ વચ્ચે વાત થઇ રહી છે તેઓ આ યુવકને ઓળખતા પણ નથી. મૃતક યુવતી કોઇની કારમાં બેઠી હતી તેવો પણ ઉલ્લેખ છે. આ બહેનપણીઓમાંથી એક યુવતીએ તેને તે કારમાંથી પરાણે ઉતારી હતી. અને તેનો સીમ અને મોબાઇલ તોડી નાંખ્યો પણ હતો.

  આ પણ વાંચો : મોડાસાની મૃતક યુવતીના પરિવારનો આક્ષેપ, 'લાશ જ્યાં લટકતી હતી ત્યાં કોઇ જાતે ન ચઢી શકે'

  મામલો વધુ ગુંચવાયો

  આ ઓડિયો ક્લિપને કારણે મામલો વધારે ગૂંચવાયો છે. આ ઓડિયોમાં જીગર ઉપરાંત અન્ય એક યુવતીનું નામ પણ અનેકવાર બોલવામાં આવે છે. હાલમાં વાયરલ ઓડિયો ક્લિપની પોલીસે તપાસ હાથ ઘરી છે. આ પહેલા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં હતાં. પરંતુ આ ઓડિયો ક્લિપ અંગે ન્યૂઝ18ગુજરાતી કોઇ પુષ્ટિ નથી કરતું. આ અંગે હજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  આ પણ વાંચો : અરવલ્લી : યુવતીનાં મોત મામલે આખરે ત્રણ આરોપીઓનું સરેન્ડર, એક ફરાર

  મહિલા આયોગે પણ મૃતક યુવતીનાં પરિવારની મુલાકાત લીધી હતી

  મહત્વનું છે કે આ મામલામાં ગત સોમવારે કેન્દ્રીય મહિલા આયોગનાં સભ્ય ડો.રાજુલ દેસાઈએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. મહિલા આયોગે કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, એસ.પી. મયુર પાટીલ તથા પરિવારના સભ્યોને સાથે રાખીને સાયરા ગામની સીમમાં જ્યાં મૃતક યુવતીનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો હતો. તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલ દેસાઈએ મોડાસામાં કલેકટર એસ.પી અને આ કેસના તપાસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ડો. રાજુલ દેસાઇએ જણાવ્યું કે ગેંગરેપ હત્યાનો મામલો હોવાથી બે-ત્રણ દિવસમાં ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે. મહિલા આયોગે પીડિત પરિવાર સાથે મૃતક યુવતી પ્રકરણમાં વિસ્તૃત ચર્ચા કરી હતી. ડો. રાજુલબેન દેસાઈએ જણાવ્યું કે આયોગનો રિપોર્ટ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવશે.
  Published by:Kaushal Pancholi
  First published: