મેઘરજની યુવતીનું અપહરણ કરીને બે વર્ષ સુધી 11 નરાધમોએ આચર્યું દુષ્કર્મ

દુષ્કર્મ સમયે યુવતીની આંખે પટ્ટીઓ બાંધી દેવામાં આવતી હતી. જેથી તે યુવાનોને જોઇ ન શકે.

Kaushal Pancholi | News18 Gujarati
Updated: September 5, 2019, 11:32 AM IST
મેઘરજની યુવતીનું અપહરણ કરીને બે વર્ષ સુધી 11 નરાધમોએ આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર
Kaushal Pancholi | News18 Gujarati
Updated: September 5, 2019, 11:32 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : મેઘરજની કોલેજીયન યુવતીનું અપહરણ કરીને 11 જણાએ 2 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસે ગુજરાત હાઇકોર્ટનાં નિર્દેશ બાદ 11 શખ્શો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ યુવતીનું બે વર્ષ પહેલા રામગઢી ગામનાં જતીન મનુભાઇ પંચાલે અપહરણ કર્યું હતું.

આ મામલે મળતી માહિતી પ્રમાણે જતીન પંચાલે યુવતીનું કારમાં અપહરણ કરીને કચ્છ લઈ જઈને પહેલા સુરતના સોનગઢ અને કર્ણાટકના રાનીબેરપુર ગામે કપચીના પ્લાન્ટમાં ગોંધી રાખી હતી. જે બાદ યુવતીને કચ્છના બેસલપરમાં લાવીને 11 લોકોએ દુષ્કર્મ આચર્યુ હતુ. દુષ્કર્મ સમયે યુવતીની આંખે પટ્ટીઓ બાંધી દેવામાં આવતી હતી. જેથી તે યુવાનોને જોઇ ન શકે. આ યુવતીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પકડાઇ જતા તેને મારી નાંખવાનો અને જીવતી માટીમાં દાટી દેવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો : કપડવંજ: સગીરાને ભગાડી અનેકવાર કર્યું દુષ્કર્મ,10 વર્ષની કેદ અને 91 હજારનો દંડ થયો

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેઘરજની યુવતીનું જતીન પંચાલે વર્ષ 2017માં અપહરણ કર્યુ હતુ. ત્યારે પોલીસે અપહરણનો ગુનો નોધ્યો હતો. ત્યારે પોલીસે દુષ્કર્મની કલમો લગાવી નહોતી. છેલ્લે યુવતીને કચ્છમાં ગોંધી રાખી હતી. ત્યાં પાડોશમાં રહેતી મહિલાને પીડિતાની મદદે આવી હતી. મહિલાએ પીડિતાને ફોન કરવા માટે મોબાઈલ આપ્યો હતો. જેના પગલે યુવતીએ ઘરે ફોન કર્યો હતો. જે બાદ તે જેમતેમ કરીને નરાધમોની ચુંગાલમાંથી નાસીને અમદાવાદ આવી ગઈ હતી. જેની જાણ યુવતીના પરિવારને થતા તેઓ અમદાવાદ આવી ગયા હતા અને યુવતીને પાસેથી સઘળી હકીકત જાણી હતી.

યુવતીનાં પરિવારે ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી કરીને નરાધમો સામે કાર્યવાહી કરવા માટે દાદ માંગી હતી. જેની સુનાવણી બાદ હાઈકોર્ટે મેધરજ પોલીસને યુવતીનું નિવેદન લઈને આરોપીઓ સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.જેના પગલે મેઘરજ પોલીસે જતીન પંચાલ સહિત 11 સખ્સો સામે દુષ્કર્મ સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
First published: September 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...