અરવલ્લી : ગૃહ કંકાસમાં પતિએ જ પત્નીને મારી નાંખવા આપી સોપારી, પોલીસે આ રીતે ફોડ્યો આખો ભાંડો

News18 Gujarati
Updated: September 8, 2020, 2:34 PM IST
અરવલ્લી : ગૃહ કંકાસમાં પતિએ જ પત્નીને મારી નાંખવા આપી સોપારી, પોલીસે આ રીતે ફોડ્યો આખો ભાંડો
પારૂલબેનને શક ન જાય તે માટે વિજયગીરી બચાવવા વચ્ચે પડતા પ્લાન મુજબ સોપારી કિલરોએ તેને પણ ઈજાઓ પહોંચાડી હતી.

પારૂલબેનને શક ન જાય તે માટે વિજયગીરી બચાવવા વચ્ચે પડતા પ્લાન મુજબ સોપારી કિલરોએ તેને પણ ઈજાઓ પહોંચાડી હતી.

  • Share this:
હાર્દિક પટેલ, અરવલ્લી : જીલ્લાના ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામ નજીકથી શનિવારે બપોરના સુમારે બાઈક લઈ પસાર થઈ રહેલા દંપતી લઘુશંકા કરવા બાઈક ઉભુ રાખ્યું હતું. તે દરમિયાન બાઈક પર આવેલા બે શખ્શો મહિલા પર તીક્ષ્ણ ઘા ઝીંકી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી. પત્નીને બચાવવા જતા પતિ પણ ઘાયલ થયો હતો બંનેને લોકોએ સારવાર અર્થે ખસેડ્યા હતા. ધનસુરા પોલીસે હુમલાનો ભોગ બનેલા બાયડના મધુરફાર્મમાં રહેતા વિજયગીરી ભુરગીરી ગોસ્વામીએ અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આકરૂન્દ નજીક દિન દહાડે દંપતી પર જાનલેવા હુમલાની ઘટનાના પગલે ભારે ચકચાર મચી હતી. જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ઘટનાની ગંભીરતા સમજી અરવલ્લી એલસીબી પોલીસને સૂચના આપતા એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં દંપતી પર થયેલા હુમલાનો ભેદ ઉકેલી નાખી ખુદ ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો.

ગૃહ કંકાસમાં પત્નીની હત્યા કરવા બાયડના શખ્શને સોપારી આપી હોવાનું જણાવતા પોલીસ ચોકી ઉઠી હતી. હત્યાની સોપારી લેનાર બાયડના વિનોદ ફોગતભાઈ લુહારને અમદાવાદથી દબોચી લીધો હતો. હુમલાખોર અમદાવાદના બે સોપારી કિલરની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. અરવલ્લી જીલ્લાના ડીવાયએસપી ભરત બસીયાના માર્ગદર્શ હેઠળ એલસીબી પીઆઈ આર.કે.પરમાર અને તેમની ટીમે વધુ એક દંપતી પર જીવલેણ હુમલાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં ફરિયાદી ખુદ આરોપી નીકળતા પોલીસે પણ ચોકી ઉઠી હતી. પતિએ જ પત્નીની હત્યાની 2 લાખ રૂપિયાની સોપારી આપી હતી.

બાયડના સરકારી પુસ્તકાલય સામે મધુરમફાર્મમાં રહેતા અને ઓમકાર કિરાણા સ્ટોર ધરાવતા વિજયગીરી ભુરગીરી ગોસ્વામીને તેમની પત્ની પારૂલબેન સાથે વારંવાર ઝગડા થતા હતા. જેથી અસહ્ય બનેલ ગૃહ કંકાસથી ત્રાસી ઉઠેલા વિજયગીરીએ તેની પત્ની પારૂલબેનનું કાસળ કાઢી નાખવા બાયડના જ વિનોદ ફોગતભાઈ લુહારને સોપારી આપી હતી. વિનોદ લુહારે અમદાવાદના જવારચોક નજીક રહેતા અલ્કેશ ભીખાભાઇ બેરવા અને અન્ય એક ગાંડો તરીકે ઓળખાતા શખ્શનો સંપર્ક કરી તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવાનો પ્લાન બનાવ્યા હતો. હત્યાના પ્લાન મુજબ વિજયગીરી ગોસ્વામી તેની પત્નીને લઈ વતન જવા નીકળ્યો હતો અને આકરૂન્દ નજીક રોડ પર બાઈક ઉભું રાખી પેશાબ કરવા જવાનું બહાનું બનાવી ખેતરમાં ઉભો થઈ ગયો હતો. પાછળ પારુલબેનની હત્યા કરવા બાઈક લઈને આવી રહેલા સોપારી કિલર અલ્કેશ ભીખા બેરવા અને પાછળ બેઠેલા ગાંડા નામના શખ્શે પારૂલબેન પર તીક્ષ્ણ હથિયારના ઘા આડેધડ વીંઝતા પારૂલબેન બૂમાબૂમ કરી મૂકી હતી.

આ પણ વાંચો - સુરત દરિયા કિનારેથી પરત આવતા મિત્રની કારથી જ મિત્રની બાઇકને લાગી ટક્કર, બે રત્નકલાકારનાં મોત

પારૂલબેનને શક ન જાય તે માટે વિજયગીરી બચાવવા વચ્ચે પડતા પ્લાન મુજબ સોપારી કિલરોએ તેને પણ ઈજાઓ પહોંચાડી હતી. દંપતી પર હુમલાના પગલે વિજયગીરીએ તેના પરિવાર અને મિત્રોને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પારૂલબેન અને વિજયગીરીને સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા. જેમાં પારૂલબેનની હાલત ગંભીર જણાતા મોડાસાની મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા સમગ્ર મામલે ધનસુરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

આ પણ જુઓ - 



અરવલ્લી એલસીબી પીઆઈ આર.કે પરમાર અને તેમની ટીમે વિજયગીરી ગોસ્વામીની વર્તણુક શંકાસ્પદ જણાઇ હતી. તેની આગવી ઢબે પૂછરપરછ કરતા તેને જ તેની પત્નીના ગૃહકંકાસથી ત્રાસી પારૂલબેનની હત્યા કરવાનો પ્લાન બનાવી બે લાખ રૂપિયામાં બાયડના જ વિનોદ ફોગતભાઈ લુહારને સોપારી આપતા તેને અમદાવાદના બે શખ્શોને પારૂલબેનને મોતને ઘાટ ઉતારવા તૈયાર કરી પ્લાન બનાવ્યો હોવાનું પોપટની માફક કબુલી લીધું હતું. હત્યા સોપારી લેનાર વિનોદ લુહારને કબીરચૌક અમદાવાદથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી પારૂલબેન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝિંકનાર અમદાવાદના અલ્કેશ ભીખાભાઇ બેરવા અને ગાંડા નામના શખ્શને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ પણ વાંચો -  રાજકોટનો પ્રેરણાદાયી કિસ્સો : શાળાના સંચાલકોએ પગાર અડધો કરતા શિક્ષક બન્યો 'આત્મનિર્ભર'
Published by: Kaushal Pancholi
First published: September 8, 2020, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading