અરવલ્લી કોંગ્રેસમાં ભડકો, ઠાકોર સેનાના એક નેતાને ટિકિટ મળતા 6 આગેવાનોએ ભર્યું અપક્ષ ફોર્મ

Margi | News18 Gujarati
Updated: November 27, 2017, 5:03 PM IST
અરવલ્લી કોંગ્રેસમાં ભડકો, ઠાકોર સેનાના એક નેતાને ટિકિટ મળતા 6 આગેવાનોએ ભર્યું અપક્ષ ફોર્મ
અરવલ્લી જીલ્લાના બાયડ વિધાનસભામાં કોંગ્રેસમાં ઠાકોર સેનાના નેતા ધવલસિંહ ઝાલાને ટિકિટ મળતા આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું

અરવલ્લી જીલ્લાના બાયડ વિધાનસભામાં કોંગ્રેસમાં ઠાકોર સેનાના નેતા ધવલસિંહ ઝાલાને ટિકિટ મળતા આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું

  • Share this:
અરવલ્લી જીલ્લાના બાયડ વિધાનસભામાં કોંગ્રેસમાં ઠાકોર સેનાના નેતા ધવલસિંહ ઝાલાને ટિકિટ મળતા આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જેની સામે કોંગ્રેસ પક્ષના જીલ્લા પંચાયત અને સંગઠનના 6 આગેવાનોએ પણ અપક્ષ ઉમેદવારી કરતા મામલો ગરમાયો છે.

અરવલ્લી જિલ્લાના 32 બાયડ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ પાર્ટીએ યુવા નેતા ધવલસિંહ ઝાલાના નામનું મેન્ડેટ આપતા આજે કોંગ્રેસ ઉમેદવાર ધવલસિંહ ઝાલા તેમના સમર્થકો સાથે રેલી સ્વરૂપે બાયડ પ્રાંત કચેરી પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. બાયડ માલપુર તાલુકાના મતદારો પોતાને જંગી બહુમતીથી જીતાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મતવિસ્તારમાં વિકાસને મહત્વ આપી કામગીરી કરીશ તેમ જણાવી ભાજપના વિકાસના મુદ્દાનો રાગ આલાપ્યો હતો ત્યારે સામે ભાજપમાંથી પણ બક્ષીપંચ ઉમેદવાર આવતા બાયડ વિધાનસભા બેઠક પર જાતિવાદી રાજકારણ ગરમાયુ હતુ

અરવલ્લી જિલ્લાની 32 બાયડ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ધવલસિંહ ઝાલાના નામનો મેન્ડેટ આપતા સ્થાનિક કોંગ્રેસ સંગઠનના કાર્યકરો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના હોદ્દેદારોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ગઈકાલે ટિકિટ જાહેર થયા બાદ પાર્ટી દ્વારા ટિકિટમાં કોઈ બદલાવ ન કરાતા આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે તમામ નારાજ કાર્યકરો બાળવાના મૂળમાં આવી એક બાદ એક અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે બાયડ માલપુર તાલુકા કોંગ્રેસમાં ઉમેદવારને લઇ ભારે ભડકો જોવા મળ્યો હતો અને આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટીને બાયડ વિધાનસભા મતવિસ્તારમાં ભારે નુકશાનીના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર જિલ્લા પંચાયતના સદસ્યોએ પોતાના પદ પરથી રાજીનામાં આપી દેવાની પણ ચિમકી પણ ઉચ્ચારી હતી.
First published: November 27, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading