અરવલ્લી: બેફામ બનેલા બુટલેગરોએ પોલીસ પર કર્યો હુમલો, આરોપીઓ ફરાર

News18 Gujarati
Updated: April 24, 2018, 12:58 PM IST
અરવલ્લી: બેફામ બનેલા બુટલેગરોએ પોલીસ પર કર્યો હુમલો, આરોપીઓ ફરાર

  • Share this:
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે. અને જાણે પોલીસનો કોઈ કૌફ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અરવલ્લીમાં ફિલ્મી ઢબે બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો. અને ફરાર થઈ ગયા. જો કે આ સમગ્ર મામલે પોલીસે બુટલેગર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

ઘટનાની વિગત અનુસાર અરવલ્લી પોલીસે બાતમીના આધારે મેઘરજના બાઠીવાડા પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન પોલીસે બુટલેગરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બુટલેગરોએ ફિલ્મી ઢબે પોલીસ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. અને લાકડી વડે કોન્સ્ટેબલની બાઈક તોડી નાખી હતી. અને ત્યાથી ફરાર થઈ ગયા હતા. હાલ તો પોલીસે બુટલેગર સહિત 6 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે આ પહેલા પણ વલસાડમાં બુટલેગરોને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જ્યા પોલીસને પોતાના બચાવ માટે 2 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. જિલ્લામાં દારૂના કેસના વોન્ટેડ આરોપીને પકડવા જતા બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં પોલીસકર્મી ઈજાગ્રસ્ત પણ થયા હતા. ત્યારે વધુ એક ઘટના અરવલ્લીમાંથી સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

આમ ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. બુટલેગરોને જાણે પોલીસનો કોઈ ખૌફ ન હોય તેમ પોતાની મનમાની ચલાવી રહ્યાં છે.
First published: April 24, 2018
વધુ વાંચો
अगली ख़बर