અરવલ્લીઃ પાંચકુહાડા ગામમાં પોલીસના જુગારધામ પર દરોડા, રોકડ સાથે 15 જુગારીની ધરપકડ

અરવલ્લીઃ પાંચકુહાડા ગામમાં પોલીસના જુગારધામ પર દરોડા, રોકડ સાથે 15 જુગારીની ધરપકડ .

  • Share this:
    અરવલ્લીઃ ધનસુરાના પાંચકુહાડા ગામમાં પોલીસે દરોડા પાડી લાંબા સમયથી ચાલતું આવતું જુગારધામને પકડી પાડ્યું છે. પોલીસે 15 જુગારીઓને ઝડપી લીધા છે અને 1 લાખની રોકડ તેમ જ 2 ઇક્કો ગાડી, 15 મોબાઈલ રોકડ સહિત 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

    મળતી વધુ વિગત મુજબ, અરવલ્લીઃ ધનસુરાના પાંચકુહાડા ગામમાં પોલીસની મળેલી બાતમીને આધારે દરોડા પાડી 15 જુગારીઓને ઝડપી લીધા છે. દરોડા દરમિયાન રૂ.1 લાખ રોકડા,2 ઇક્કો ગાડી, 15 મોબાઇલ મળીને કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બધા જુગારીઓને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
    Published by:Sanjay Joshi
    First published: