અરવલ્લી: બાયડ કોંગ્રેસમાં ગાબડું, 200થી વધુ કાર્યકરોએ કોંગ્રેસ સાથે ફાડ્યો છેડો

sanjay kachot | News18 Gujarati
Updated: December 2, 2017, 2:39 PM IST
અરવલ્લી: બાયડ કોંગ્રેસમાં ગાબડું, 200થી વધુ કાર્યકરોએ કોંગ્રેસ સાથે ફાડ્યો છેડો
અરવલ્લી જિલ્લાના બાયડ અને માલપુર તાલુકાના કોંગ્રેસ સંગઠનના 200થી વધુ કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં રાજકીય ભુકંપ સર્જાયો છે.

અરવલ્લી જિલ્લાના બાયડ અને માલપુર તાલુકાના કોંગ્રેસ સંગઠનના 200થી વધુ કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં રાજકીય ભુકંપ સર્જાયો છે.

  • Share this:

અરવલ્લી: અરવલ્લી જિલ્લાના બાયડ અને માલપુર તાલુકાના કોંગ્રેસ સંગઠનના 200થી વધુ કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં રાજકીય ભુકંપ સર્જાયો છે.


વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમાયો છે. સાથે જ રાજકીય પક્ષોમાં જોડ-તોડની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે એક સાથે 200થી વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે હાથ મીલાવતા કોંગ્રેસમાં રાજકીય ભુકંપ સર્જાયો છે. આજે અરવલ્લી જિલ્લાની 32 બાયડ વિધાનસભા બેઠકના ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. તે સમયે બાયડ અને માલપુર તાલુકાના કોંગ્રેસ સંગઠનના 200થી વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાયા હતા.


બાયડ તાલુકા પંચાયતના કોંગ્રેસના 3 સદસ્યોએ કોંગ્રેસને અલવિદા કહી અરવલ્લી ભાજપ પ્રમુખના હસ્તે કેસરિયો ખેસ પહેરીને વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ્યા હતા. આ સિવાય બાયડ અને કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો પણ ભાજપમાં જોડાયા હતા. ત્યારે એક સાથે 200થી વધુ કાર્યકરો અને હોદ્દેદારો ભાજપમાં જોડાતા બાયડ વિધાનસભા મતવિસ્તારમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તો બાયડ તાલુક પંચાયતના કોંગ્રેસના 3 સદસ્યોએ જણાવ્યું હતું કે ગુજરાતનું ગૌરવ આગળ વધતું હોય તેવા સમયે સહભાગી થવા માટે અમે કોંગ્રેસ પક્ષને અલવિદા કહી ભાજપમાં જોડાઈ ગયા છીએ

First published: December 2, 2017, 2:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading