અરવલ્લી: અરવલ્લીના ભિલોડામાં મહિલાને તાલિબાની સજા આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ભિલોડાના ગઢીયા ગામે ડાકણનો વહેમ રાખી માર માર્યો હોવાનો બનાવ બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મહિલાને જેઠ-જેઠાણી માર માર્યો હોવાનો આક્ષેપ છે. માર મારવાની ઘટનાના દ્રશ્યો CCTVમાં કેદ થઇ છે. અરવલ્લી: અરવલ્લીના ભિલોડામાં મહિલાને તાલિબાની સજા આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ભિલોડાના ગઢીયા ગામે ડાકણનો વહેમ રાખી માર માર્યો હોવાનો બનાવ બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મહિલાને જેઠ-જેઠાણી માર માર્યો હોવાનો આક્ષેપ છે. માર મારવાની ઘટનાના દ્રશ્યો CCTVમાં કેદ થઇ છે.
મહિલાને જેઠ-જેઠાણી માર માર્યો હોવાનો આક્ષેપ
અરવલ્લીના ભિલોડાના ગઢીયા ગામે ડાકણના વહેમમાં મહિલાને તાલિબાની સજા આપવામાં આવી છે. મહિલાને તેના જેઠ-જેઠાણી દ્વારા માર મારતા હોવાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. શામળાજી પોલીસ મથકે ભોગ બનનાર મહિલાની ફરિયાદ ન લેતા હોવાના પરિજનોના આક્ષેપ છે. ભોગ બનનાર મહિલા સહિત પરિજનો મોડાસા એસપીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. મહિલાને ધારીયાના મુદ્દલ વડે બેરહેમીથી માર માર્યા હોવાની તસવીરો પુરાવા સાથે એસપીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આરોપીઓના સગા પોલીસમાં હોવાથી શામળાજી પોલીસ અરજી લેવા ઈન્કાર કરતી હોવાનો આક્ષેપ ભોગ બનનાર કરી રહ્યા છે.
નોંધનીય છે કે, અગાઉ પણ મહિલાને તાલિબાની સજા આપવામાં આવી હોવાની ઘટના સામે આવી ચૂકી છે. લગભગ એકાદ મહિના પહેલા અમરેલી જિલ્લાના બાબરાનાં ગળકોટડી ગામે એક મહિલાને તાલિબાની સજા આપવામાં આવી હોવાનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો બાબરા તાલુકાના ગળકોટડી ગામનો હોવાનું સામે આવ્યું હતું. આ વીડિયોમાં પરિવારજનોના હિંસક મારથી મહિલા બેભાન થઇ ગઇ હોવાનું પણ દેખાઇ રહ્યું હતું. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, મકાનનાં પિલર સાથે મહિલાને અન્ય લોકોએ પકડી રાખી બેફામ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. મહિલાને માર મારવા પાછળના કારણની વાત કરીએ તો પીડિત મહિલાએ બીજા લગ્ન કર્યાં હોય એનું મનદુઃખ રાખી માર માર્યા હોવાની ચર્ચા હતી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર