હાર્દિક પટેલ, અરવલ્લી : કોરોના વાયરસની મહામાર અને લોકડાઉનને પગલે અનેક લોકોના નોકરી, ધંધાને અસર પહોંચી છે, જેને પગલે લોકડાઉન બાદ આપઘાતની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. રોજે-રોજ કોઈ આર્થિક પરેશાન થઈ તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી જીવન ટુંકાવી રહ્યા છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લામાંથી પણ આવી જ એક રૂવાંટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ગળે ફાંસો લગાવી જીવન ટુંકાવી લીધુ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અરવલ્લી જિલ્લામાં એક જ પરિવારના ચાર લોકોએ સામુહિક આપઘાત કરી લેવાની હૃદયદ્રાવક ઘટનાથી પુરા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પતિ પત્ની અને બે બાળકો ગળે ફાંસો ખાઈ સામુહિક આપઘાત કરી લીધો છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, અરવલ્લી જિલ્લાના મોડાસાના ગાજણ ગામના છેવાડે રહેતા એક પરિવારમાં પતિ-પત્ની અને બે બાળકોએ આર્થિક સંકડામણમાં ગામના છેવાડે ખુલ્લી જગ્યામાં એક સુકા ઝાડ સાથે દોરડું બાંધી સામુહિક આપઘાત કરી લીધો હોવાનું સામે આવી રહ્યું છે.
એક સ્થાનિક ઘટના સ્થળ પાસેથી પસાર થઈ રહ્યો હતો તો, તેણે પુરા પરિવારને એક જ ઝાડ સાથે ગળે ફાંસો લગાવી લટકેલો જોઈ તુરંત અન્ય સ્થાનિકોને ભેગા કરી પોલીસને આ મામલે જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિકોની પ્રાથમિક પુછપરછમાં હાલમાં આપઘાતનું કારણ આર્થિક સંકડામણ હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે હાલમાં વધુ પુછ પરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગામમાં આ વાતની જાણ વાયુ વેગે ફેલાતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ઘટના સ્થળની મુલાકાત લેતા પ્રથમ દ્રશ્યમાં પહેલા બે બાળકોની માતા-પિતાએ હત્યા કરી તેમને ઝાડે લકાવી ત્યારબાદ પોતે પણ ઝાડ સાથે દોરડું બાંધી લટકી આપઘાત કર્યો હોય તેવું જણાઈ રહ્યું છે. મૃતકોમાં કાલુસિંહ વક્તાજી પરમાર, પત્ની જ્યોતિબેન કાલુસિંહ પરમાર, બે દીકરા મયંક પરમાર અને ટેડિયો પરમાર હોવાનું જાણવા મળ્યું છે.
પરિવારના સભ્યો પાસેથી મળતી માહિતી અનુસાર, પુરો પરિવાર 31 ડિસેમ્બરથી ગુમ થયો હતો, ત્યારબાદ આ મામલે પરિવાર ગુમ થયાની જામવા જોગ ફરિયાદ આપી હતી, અને આજે તેમમના ઘરેથી 2 કિલોમીટર દુર ગામની ભાગોળે એક અવાવરૂ જગ્યા પર તેમણે ઝાડ સાથે લટકી આપઘાત કરી લેતાની જાણ થતા શોકનો માહોલ છવાઈ ગયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર