અરવલ્લી: માતા-પુત્રનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર, પોલીસે તપાસ તેજ કરી

અરવલ્લી: માતા-પુત્રનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર, પોલીસે તપાસ તેજ કરી

Crime News: ગત મંગળવારના રોજ બાયડના હઠીપુરા ખારી ગામ પાસેથી મળી બે અજાણ્યા લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.જેમન ઓળખ થતા બે મૃતદેહ જેમાં 51વર્ષીય માતા જમનાબેન ગામીત અને 12 વર્ષીય પુત્ર આલોક ગામીતનાં હોવાનું સામે આવ્યું છે. હઠીપુરા ખારી ગામેથી મળી આવેલો મૃતદેહ માતા અને પુત્રનો છે. સાઠંબા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતા જેમના મૃતદેહ મળ્યા છે

 • Share this:
  હાર્દિક પટેલ, અરવલ્લી: અરવલ્લીનાં બાયડ તાલુકાનાં હઠીપુરા ખારી ગામેથી 23 નવેમ્બરનાં રોજ એક મહિલા અને એક બાળકનો એમ બે મૃતદેહ મળી આવ્યા હતા . આ શંકાસ્પદ મોત અંગે બનાવની જાણ થતા સાઠંબા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે મૃતદેહ માતા અને પુત્રનો હોવાનું ખુલતા ચકચાર મચી ગયો છે.

  આ પણ વાંચો-રાજસ્થાનની 46 વર્ષીય મહિલા બ્રેનડેડ થતા અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે 6 અંગોનું કર્યું દાન

  ગત મંગળવારના રોજ બાયડના હઠીપુરા ખારી ગામ પાસેથી મળી બે અજાણ્યા લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.જેમન ઓળખ થતા બે મૃતદેહ જેમાં 51વર્ષીય માતા જમનાબેન ગામીત અને 12 વર્ષીય પુત્ર આલોક ગામીતનાં હોવાનું સામે આવ્યું છે. હઠીપુરા ખારી ગામેથી મળી આવેલો મૃતદેહ માતા અને પુત્રનો છે. સાઠંબા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતા જેમના મૃતદેહ મળ્યા છે

  આ પણ વાંચો-રાજકોટ: જામનગરનાં 'દિપક'નું બ્રેન ડેડ થતા પરિવારે 6 અંગોનું દાન કર્યું

  આ માતા-પુત્ર તાપી જિલ્લાનાં ખેરવાણ ગામનાં હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું . પોલીસ દ્વારા તપાસ કરતા મળી આવેલા બંને મૃતદેહોની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે.ત્યાર હવે આ મૃતદેહો અહીં કેવી રીતે આવ્યાં અને કોણ કેવી રીતે અહીં આ મૃતદેહ ફેંકી ગયુ છે તે દિશામાં પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરાઇ છે ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસની પાંચ ટીમો આ ભેદ ઉકેલવામાં કામગીરી કરી રહી છે.

  રાજ્યમાં દરરોજ આવા ગુનાહિત કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે ગુનેગારોને કોઇનો ડર નથી તેવી રીતે તેઓ બેખોફ હરકતો કરી રહ્યાં છે આ મામલે રાજ્ય પોલીસ અધિકારીઓ પણ ગંભીર પગલાં લેવા તૈયાર છે.
  Published by:Margi Pandya
  First published: