હાર્દિક પટેલઃ અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના વાત્રક નદી કિનારાના મોટી મોયડી ,મોટી મોરી ગામે ચુડવેલ નામની જીવાતના ઉપદ્રવ થી ગ્રામજનો પરેશાન ઘરોને તાળા મારી સ્થળાંતર કરવા મજબુર બન્યા.
મેઘરજ તાલુકાના મોટી મોયડી ગામે 250 ઘરોમાં 1500 લોકો વસવાટ કરી રહ્યા છે. પ્રતઃમ વરસાદ બાદ છેલ્લા 10 દિવસથી ચુડવેલ નામની જીવાતનો ઉપદ્રવ થયો છે જેના કારણે ગ્રામજનો પરેશાન થઇ ગયા છે આ જીવાત ગામની પ્રાથમિક શાળા ગ્રામ પંચાયત, સાબરકાંઠા બેંક સહીત સમગ્ર ગામમાં જુંડના જુંડમા ઉપદ્રવ થતા લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો , ગ્રામ પંચાયત માં કામ અર્થે આવતા અરજદારો, બેંક માં આવતા ખાતેદારો સહીત ચોમાસાની સીઝનમાં સહકારી મંડળીમાં આવતા ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાતર બિયારણ માટે સહકારી મંડળી પણ ખોલી શકાતી નથી. તથા બેંકના કામકાજ માટે આવતા ગ્રાહકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ ચુડવેલ નામની જીવાતના કારણે હાલ મોટી મોયડી ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ જીવાત ઘરોમાં પણ ઉપદ્રવ થતા ગૃહિણીઓ પણ પરેશાન થઇ વહેલી સવારથી આ જીવાતને દુર કરવા કામે લાગી જાય છે ઘરમાં ઉપદ્રવના કારણે જમવાનું પણ બનાવી શકાતું નથી જેથી ગામમાં મોટા ભાગના ઘરોમાં ગૃહિણીઓ ને તાળા મારી અન્ય સ્થળોએ સ્થળાંતર કરવું પડ્યું છે ત્યારે તંત્ર દ્વારા આ અંગે આ જીવાતને નાથવા પગલા ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર