અતિવૃષ્ટિને કારણે પોતાનો ઊભો પાક બળવાની ભીતિથી અરવલ્લીનાં ખેડૂતે આપઘાત કર્યો

News18 Gujarati
Updated: October 1, 2019, 12:38 PM IST
અતિવૃષ્ટિને કારણે પોતાનો ઊભો પાક બળવાની ભીતિથી અરવલ્લીનાં ખેડૂતે આપઘાત કર્યો
અરવલ્લીમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતે આપધાત કર્યો છે.

મોડાસાનાં દધાલિયા ઉમેદપુર ગામનાં ખેડૂત જયંતીભાઇ પટેલે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે.

  • Share this:
હાર્દિક પટેલ, અરવલ્લી : આ વખતે રાજ્યભરમાં (Gujarat) અનરાધર વરસાદ (heavy rainfall) પડ્યો છે. હાલ નવરાત્રી શરૂ થઇ ગઇ તો પણ મેઘરાજાની બેટિંગ અટકતી જ નથી. ત્યારે અરવલ્લીમાં (Arvalli) અતિવૃષ્ટિને કારણે ખેડૂતે (Farmer) આપધાત (suicide) કર્યો છે. મોડાસાનાં દધાલિયા ઉમેદપુર ગામનાં ખેડૂત જયંતીભાઇ પટેલે ઝેરી દવા પીને આપધાત કરી લીધો છે. હાલ પરિવાર અને પંથકમાં શોક છવાયો છે. પોલીસે અતિવૃષ્ટિને કારણે આપઘાત કર્યાનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

કપાસ અને મગફળીનો પાક થયો હતો

આ મામલે મળતી માહિતી પ્રમાણે મોડાસાનાં ખેડૂત જયંતીભાઇ પટેલ પાસે ત્રણ વીઘા જમીન હતી. જેમાં તેમણે કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. આ વખતે વધારે વરસાદા નોંધાતા અરવલ્લી જિલ્લાનાં ખેતરોમાં પાણી બરાઇ ગયા છે. તેમ જયંતીભાઇનાં ખેડૂતનાં ખેતરમાં પણ પાણી ભરાઇ ગયું હતું. તેમને આંખો સામે જ પોતાની મહેનતે ઉગાડેલા ઊભા પાકને પાણીમાં જતો જોઇને તેમની ભીતિ હતી કે પોતાનો પાક બળી જશે. આ દુખ તે જીરવી ન શક્યાં અને ઘરે જ ઝેરી દવા પીને અંતિમ પગલું ભર્યું છે.

આ પણ વાંચો : અરવલ્લી : ભિલોડામાં એક જ રાતમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર

અરવલ્લીમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતે આપધાત કર્યો છે.


અરવલ્લીમાં મેધો મૂશળધારનોંધનીય છે કે અરવલ્લી જિલ્લામાં રવિવારે રાત્રે એટલે 29 સપ્ટેમ્બરની રાતે પડેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. વરસાદને કારણે અરવલ્લી જિલ્લાના તમામ ડેમો ઑવરફ્લો થયા છે. માઝુમ ડેમ આઠ હજાર ક્યુસેક પાણીની આવર થઈ રહી હોવાથી ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલતા નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરી દેવામાં આવ્યા છે. મેશ્વો ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ ઉપરાંત વાત્રક, વૈડી, લાંક, વારાશી ડેમો ઑવરફ્લો થયા છે. આ સાથે સોમવારે રાતના ભારે વરસાદને પગલે અરવલ્લીની હાથમતી નદીમાં ધોડાપૂર આવ્યા છે. હાથમતી નદી અરવલ્લીના ભિલોડામાં તાલુકામાં આવેલી છે. ડેમમાંથી ચાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીમાં પાણીનું સ્તર વધી ગયું છે. ગઈકાલે ભિલોડાની આસપાસ સાત ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.
First published: October 1, 2019, 12:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading