અરવલ્લી: જિલ્લામાં અકસ્માતનો એક અજીબ બનાવ સામે આવ્યો છે. જેમાં એક કન્ટેનર અચાનક પલટી ગયું હતું. અકસ્માતમાં એક રીક્ષાનો ભૂક્કો બોલી ગયો હતો અને એક કારને નુકસાન થયું હતું. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) પણ સામે આવ્યા છે. સામે આવેલા સીસીટીવી જોઈને ભલભલા ધ્રુજી જાય. અકસ્માતમાં કન્ટેનર ટ્રકથી અલગ થઈને એક રીક્ષા પર પડ્યું હતું. જે બાદમાં રીક્ષા (Auto rickshaw driver) ચાલક કલાકો સુધી અંદર જ ફસાયેલો રહ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે મોડાસા-શામળાજી રોડ પર હજીરા નજીક એક અકસ્માત થયો છે. અહીં એક કન્ટેનર અચાનક રસ્તા પર પલડી ગયું હતું. પલટી ગયા બાદ કન્ટેનટર ટ્રકથી અલગ થઈ ગયું હતું અને અંદર ભરેલા પેપર રોલ રસ્તા પર પડ્યા હતા. અમુક રોલ ગગડીને આગળ નીકળી ગયા હતા. આ દરમિયાન અહીં પાર્ક કરેલી કારને પણ નુકસાન થયું હતું.
આ અંગે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક ટ્રક મોડાસાથી શામળાજી તરફ જઈ રહ્યો હતો. વહેલી સવારે બનેલા આ અકસ્માતમાં ટ્રક રસ્તા પર જ પલટી જાય છે. આ દરમિયાન એક રીક્ષા સામેથી આવી રહી હોય છે. જોકે, રીક્ષા ચાલકને સામેથી બેકાબૂ થઈને આવી રહેલા ટ્રક વિશે જાણ થઈ જતાં તે બ્રેક મારી દે છે.
આ દરમિયાન ટ્રક ડિવાઇડર કૂદીને બીજા તરફ જતો રહે છે. તેની પાછળ રહેલું કન્ટેનર રોડ પર પટકાય છે. જે રોડ પર પડ્યા બાદ ઢસડાતું આગળ વધે છે. આ દરમિયાન ટ્રેક રીક્ષાને ઢસડીને આગળ લઈ જાય છે અને એક કારને પણ અડફેટે લે છે. જે બાદમાં ચાલક રીક્ષામાં જ ફસાય ગયો હતો.
રોડ પર રીક્ષા સિવાય કોઈ વાહન ન હોવાથી અકસ્માત વખતે મોટી જાનહાની ટળી હતી. જોકે, રીક્ષા ચાલક કલાકો સુધી રીક્ષામાં જ ફસાયેલો રહ્યો હતો. ચાલક કલાકો સુધી આ રીતે ફસાયેલો જ રહ્યો હતો. ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. મોડાસા પોલીસે આ મામલે ઘટના સ્થળે પહોંચીને વધારે કાર્યવાહી કરી છે.
તસવીરોમાં જુઓ- વિચિત્ર અકસ્માતમાં રીક્ષા ચાલક આવી સ્થિતિમાં કલાકો સુધી દબાયેલો રહ્યો
મળતી માહિતા પ્રમાણે જે વિસ્તારમાં આ બનાવ બન્યો છે ત્યાં લોકોની ખૂબ જ અવરજવર રહેતી હોય છે. વહેલી સવારે આ બનાવ બન્યો હોવાથી લોકોની હાજરી ન હતી. અકસ્માતને પગલે કન્ટેનરમાં ભરેલો સામાન વેરવિખેર થયો હતો. તેની અંદર રહેલા પેપર રોલ ગબડીને આગળ જતાં સીસીટીવીમાં જોઈ શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર