હાર્દિક પટેલ, અરવલ્લી : અરવલ્લીના અંતરિયાળ વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં પ્રેમીઓને તાલિબાની સજા અપાઈ હોવાનું જોવા મળે છે. અરવલ્લીના નામે સોશિયલ મીડિયામાં ચાલી રહેલા વીડિયોમાં બે પ્રેમીના પરિવારજનો ગામના અન્ય લોકોની હાજરીમાં તેમને તાલિબાની સજા આપી રહ્યાં છે.
વીડિયોમાં જોવા મળે છે તે મુજબ પ્રેમીઓને પ્રેમ કરવા બદલ એક બીજાનું મોઢું કાળું કરી અને જુતાનો હાર પહેરાવા મજબૂર કરવામાં આવે છે. પ્રેમીઓ જોડે કરાયેલા અમાનવીય વ્યવહારની સજાનો વીડિયો વાઇરલ પણ કરવામાં આવ્યો છે.
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારનો વીડિયો વાઇરલ થયો છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે પ્રેમીઓ ગામ છોડીને ભાગી ગયા હતા. તેમને પરત ગામમાં લાવી અને સજા આપવામાં આવી છે. જે પ્રકારનો વીડિયો વાઇરલ થયો છે તે આધુનિક સમયમાં લોકોની પૌરાણિક માનસિકતા છતી કરે છે.
ઉલ્લેખની છે કે થોડા દિવસ પહેલાં જ દાહોદના કાળિયા ગામે પ્રેમીઓને તાલિબાની આપવામાં આવી હતી જેમાં પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધનાર યુવકને જાહેરમાં પ્રેમિકા સાથે ફટકારવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર