Home /News /north-gujarat /

અરવલ્લી: સાઠંબામાં પ્રદુષણ ફેલાવતી 30 ક્વોરીઓ બંધ કરવા અપાયો આદેશ

અરવલ્લી: સાઠંબામાં પ્રદુષણ ફેલાવતી 30 ક્વોરીઓ બંધ કરવા અપાયો આદેશ

    અરવલ્લી બાયડના સાઠંબા વિસ્તારમાં આવેલા પગિયાના મુવાડા પાસે આવેલા પહાડો કોતરવાની કામગીરી ચાલી રહી છે. પહાડો કોતરવા માટે પહાડોમાં બ્લાસ્ટ કરવામાં આવે છે. જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યુ છે. ત્યારે પ્રદૂષણના કારણે ગ્રામજનો પણ પરેશાન છે.

    વધુ પડતા પ્રદૂષણના કારણે ખેતીલાયક જમીન બંજર બનતી જઈ રહી છે. ત્યારે ગામના લોકોને ભયંકર બીમારીનો ડર સતાવી રહ્યો છે. સ્થાનિક લોકોની વારંવારની રજૂઆતોને કારણે અરવલ્લી જિલ્લા કલેક્ટરે બાયડ તાલુકાના સાઠંબા વિસ્તારની 30થી વધુ ક્વોરીઓને નોટિસ પાઠવીને ક્વોરી બંધ કરાવી છે.

    મળતી માહિતી મુજબ, અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબા વિસ્તારમાં આવેલા પગીયાના મુવાડા પાસે આવેલી ક્વોરીઓમાં થતા બ્લાસ્ટના કારણે થતા પ્રદુષણથી ગ્રામજનો પરેશાન હતા. રોજબરોજ ક્વોરીઓમાં થતા બ્લાસ્ટનાં કારણે મકાનોમાં તિરાડો પડી ગઈ છે.

    તેમજ કેટલાક મકાનો પણ પડી ગયા છે સાથે જ કવોરીઓ ગામની નજીક હોવાથી ક્વોરીઓમાથી ઉડતા ડસ્ટના લીધે ખેતીલાયક જમીન બંજર બની ગઈ છે તેમજ ડસ્ટના કારણે ગામ લોકોને ભયંકર બીમારી થવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે સ્થાનિક લોકોની અવારનવારની રજૂઆતના પગલે અરવલ્લી જીલ્લા કલેકટરે બાયડ તાલુકાના સાઠંબા વિસ્તારની ૩૦થી વધુ ક્વોરીઓને નોટીસ પાઠવીને કવોરીઓ બંધ કરાવાઈ છે.

    તંત્રની કડક કાર્યવાહીના પગલે કવોરી માલિકોનું કામ કાજ ઠપ્પ થઇ જવા પામ્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Aravalli, Stop, આદેશ, પ્રદુષણ

    આગામી સમાચાર