Home /News /north-gujarat /

અરવલ્લીમાં કોંગ્રેસને મોટો ઝટકો, જીલ્લા મંત્રી 200 કાર્યકર સાથે ભાજપમાં જોડાયા

અરવલ્લીમાં કોંગ્રેસને મોટો ઝટકો, જીલ્લા મંત્રી 200 કાર્યકર સાથે ભાજપમાં જોડાયા

યોગી અદિત્યનાથની જંગી જાહેરસભા યોજાઈ જ્યાં ઉપસ્થિત જનમેદનીએ યોગી મોદીના નારા લગાવી અભિવાદન કર્યું...

યોગી અદિત્યનાથની જંગી જાહેરસભા યોજાઈ જ્યાં ઉપસ્થિત જનમેદનીએ યોગી મોદીના નારા લગાવી અભિવાદન કર્યું...

બીજા તબક્કાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અરવલ્લી જીલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ થયાના સમાચાર આવ્યા છે.

મળતી માહિતી મુજબ, અરવલ્લી જીલ્લાના કોંગ્રેસ સંગઠન મંત્રી ભાજપમાં જોડાયા છે. જિલ્લા કોંગ્રેસ મંત્રી મહેશ ડી પટેલ 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં તેમણે કેસરીયો ધારણ કર્યો હતો. યોગી આદિત્યનાથે તેમને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

કોંગ્રેસમાં ભંગાણ
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ મંત્રી ભાજપમાં જોડાયા
યુપી CMની હાજરીમાં જિલ્લા કોંગ્રેસ સંગઠન મંત્રી ભાજપમાં જોડાયા
જિલ્લા કોંગ્રેસ મંત્રી મહેશ ડી.પટેલ 200 કાર્યકરો સાથે જોડાયા ભાજપમાં
CM યોગીએ કેસરિયો ખેસ પહેરાવી ભાજપ કરાવ્યો પ્રવેશ

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માં વિધાનસભાની બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે ત્યારે રાજકીય પક્ષોની જંજાવાતી સભાઓ નો દોર પણ શરુ થઇ ગયો છે ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્યાણ ચોક ખાતે આજે યુપીના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક યોગી અદિત્યનાથની જંગી જાહેરસભા યોજાઈ જ્યાં ઉપસ્થિત જનમેદનીએ યોગી મોદીના નારા લગાવી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કૉંગ્રેસના મંત્રી મહેશ ડી પટેલ તેમના ધનસુરા તાલુકા ના 200 કાર્યકરો સાથે યોગીજીના હસ્તે કેસરિયો ખેસ પહેરી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. પોતાના સંબોધનમાં યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કૉંગ્રેસને ઇશરત જહાં પર હેત છે ગોધરા કાંડમાં માર્યા ગયેલા કાર સેવકો પર પ્રેમ નથી રાહુલ ગાંધી ને મંદિરમાં દર્શન કરવા માટે એક મહિનો ટ્રેનિંગ આપવી પડશે રાહુલ ગાંધી મંદિરમાં જાયછે પણ મસ્જિદમાં નમાજ માટે બેઠો હોય એમ બેસેછે એમ કહી પ્રહાર કર્યા હતા.
First published:

Tags: Aravalli, Assembly Election2017, Gujarat Electioin 2017, કોંગ્રેસ, ભાજપ

આગામી સમાચાર