અરવલ્લીઃ DDOએ વિસ્તરણ અધિકારીએ ચાલુ મિટિંગમાં આપી ઉઠક-બેઠકની સજા, તપાસના આદેશ

અરવલ્લીઃ DDOએ વિસ્તરણ અધિકારીએ ચાલુ મિટિંગમાં આપી ઉઠક-બેઠકની સજા, તપાસના આદેશ
ફાઈલ તસવીર

વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા કર્મચારીએ જિલ્લા વિકાસ અધિકારી સામે ગામતળ નીમ કરવા મુદ્દે ઉશ્કેરાઈ જઈ ગુગલ મીટ દ્વારા ચાલતી મિટિંગમાં ઉઠક બેઠક કરાવવાની સજા આપી હોવાનો આક્ષેપ કરતા કર્મચારી આલમમાં ચકચાર મચી છે.

 • Share this:
  હાર્દિક પટેલ, અરવલ્લી: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા કર્મચારીએ જિલ્લા વિકાસ અધિકારી (District Development Officer) સામે ગામતળ નીમ કરવા મુદ્દે ઉશ્કેરાઈ જઈ ગુગલ મીટ (Google meet) દ્વારા ચાલતી મિટિંગમાં ઉઠક બેઠક કરાવવાની સજા આપી હોવાનો આક્ષેપ કરતા કર્મચારી આલમમાં ચકચાર મચી છે. સમગ્ર મામલે કર્મચારીએ માનવ અધિકાર પાંચમા (Human Rights Commission) ઘા નાખતા માનવ અધિકાર પંચે અગ્ર સચિવ (Principal Secretary) અને જિલ્લા કલેક્ટરને (District Collector) તપાસ કરી અહેવાલ આપવા આદેશ કર્યો છે.

  અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા ભીખાભાઇ ઇસ્લામભઈ ચડી નામના કર્મચારી સહીત અન્ય કર્મચારીઓ સાથે જિલ્લા વિકાસ અધિકારીએ 11 જાન્યુઆરીના દિવસે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સાંજે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી એક મીટીંગનું આયોજન કર્યું હતું.



  જેમાં ભિલોડા તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા ભીખાભાઇ ચડીનો વારો આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભિલોડામાં ગામતળ નીમ કેમ નથી થતું ત્યારે તેના જવાબમાં વિસ્તરણ અધિકારીએ જણવ્યું હતું કે ભિલોડા મોટા ભાગે ટ્રાયબલ વિસ્તાર છે જેથી ગામતળ નીમ થઇ શકતું નથી જેથી જિલ્લા વિકાસ અધિકારી ગુસ્સે થઇ ગયા હતા.

  આ પણ વાંચોઃ-દાહોદઃ ડોક્ટર બન્યા દંપતી માટે 'ભગવાન', 20 વર્ષે ગરીબના ઘરે પારણું, બિલ માટે ખેતર વેચવાની ફરજ પડતાં તબીબે બિલ માફ કર્યું

  આ પણ વાંચોઃ-જેતપુરઃ છરીના 28 ઘા મારી યુવતીને રહેંસી નાખનારો યુવક ઝડપાયો, મરી ગયા બાદ પણ મારતો રહ્યો છરીના ઘા

  આ કર્મચારીને ઓન લાઈન મિટિંગ દરમિયાન ઉઠક બેઠક કરવા જણાવ્યું હતું. જેથી કર્મચારીએ ઉપલી અધિકારીનો આદેશ માની ઉઠક બેઠક કરી હતી. ત્યાર બાદ કર્મચારીને પોતાનું સ્વમાન ગવાયું હોવાનું જણાતા તેને મિટિંગ બાદના દિવસે માનવ અધિકાર પંચમાં અરજી કરી ન્યાયની માંગણી કરી છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકી

  આ પણ વાંચોઃ-ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ

  ત્યારે એક કર્મચારી દ્વારા આવી ઘટના બની હોવાનો આક્ષેપ જિલ્લા વિકાસ અધિકારી સામે કરવામાં આવતા કર્મચારી આલમમાં ચકચાર મચી છે. બીજી તરફ માનવ અધિકાર પાંચ દ્વારા પણ સમગ્ર મામલે અગર સચિવ અને જિલ્લા કલેક્ટરને તપાસ સોંપવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.



  સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયાનો સંપર્ક કરી પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે હાલ આ મામલે તપાસ ચાલુ હોઈ હું કઈ પણ કહી શકું તેમ નથી તાપાસ બાદ જે કઈ પણ સામે આવશે.
  Published by:ankit patel
  First published:March 20, 2021, 21:12 pm

  ટૉપ ન્યૂઝ