Home /News /north-gujarat /બાયડ: કોંગ્રેસમાંથી ભાજપમાં અને હવે ફરીથી કોંગ્રેસમાં જોડાયા આ પૂર્વ એમએલએ

બાયડ: કોંગ્રેસમાંથી ભાજપમાં અને હવે ફરીથી કોંગ્રેસમાં જોડાયા આ પૂર્વ એમએલએ

બાયડ વિધાનસભા બેઠક લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે

Gujarat Election: બાયડ વિધાનસભા બેઠક લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે.

    બાયડ: રાજ્યમાં ચૂંટણી પહેલા ઉમેદવારોનાં નામ જાહેર થયા બાદ અનેક નેતાઓએ પક્ષ પલટો કરી રહ્યા છે. ત્યારે આ સિલસિલો હજી ચાલુ જ છે. અરવલ્લીના બાયડમાં પૂર્વ MLA ભાજપનો સાથ છોડીને ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. પૂર્વ MLA અદેસિંહ ચૌહાણ સાથે માલપુર તાલુકા ભાજપના કાર્યકરો પણ રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહને ટિકિટ બાદ કાર્યકરોની ઘરવાપસી થઇ રહી છે.

    બાયડ વિધાનસભામાં બે તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે, જેમાં બાયડ તાલુકા પંચાયતમાં ભાજપ અને માલપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. બાયડ વિધાનસભામાં બાયડ નગરપાલિકાનો સમાવેશ થાય છે, જ્યાં હાલ ભાજપ અને એનસીપીનુ ગઠબંધન શાસનમાં છે. બાયડ વિધાનસભા બેઠક પર કુલ 231000 જેટલા મતદારો છે, જેમાં 118817 પુરુષ મતદારો અને 112286 મહિલા મતદારો છે.

    આ પણ વાંચો: CM પટેલને સાથે રાખી અલ્પેશ ઠાકોરે કર્યું શક્તિ પ્રદર્શન

    જાતિગત સમીકરણો


    બાયડ વિધાનસભા બેઠક લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. આ બેઠકના જાતિગત સમીકરણોની વાત કરીએ તો અહીં પાટીદારો અને ઠાકોર ક્ષત્રિયોનું પ્રભુત્વ જોવા મળે છે. આ બેઠક પર ક્ષત્રિય ઠાકોર 126000, પાટીદાર 31000, ચૌધરી 9000, દલિત 12000, મુસ્લિમ 5000 અને અન્ય 43500 મતદારોનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: દરગાહે નમાજ અને દરરોજ ચાલીને મહાદેવના દર્શને જાય છે

    રાજકીય સમીકરણો


    આ બેઠક પર કોંગ્રેસનુ વર્ચસ્વ રહ્યું છે. 1998થી 2012 સુધી બાયડનો રાજકીય ઈતિહાસ રોચક કહી શકાય. કેમ કે અહીં એક ટર્મ ભાજપના ધારાસભ્ય હતા, તો એક ટર્મમાં કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા હતા.
    " isDesktop="true" id="1285490" >

    અત્યાર સુધી આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી માત્ર 3 વખત જીત મેળવી શકી છે. જેમાં વર્ષ 1990, 1998 અને 2007ની વિધાનસભા ચૂંટણીઓ સામેલ છે.


    2012માં આ બેઠક પરથી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, અરવલ્લી, ગુજરાત, ગુજરાત ચૂંટણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन