Home /News /north-gujarat /

અરવલ્લીઃ ધનસુરા પાસે ટ્રક પલટી, વેફરનો મોટો જથ્થો બળી ગયો

અરવલ્લીઃ ધનસુરા પાસે ટ્રક પલટી, વેફરનો મોટો જથ્થો બળી ગયો

અરવલ્લીઃ ધનસુરા પાસે ટ્રક પલટી, વેફરનો મોટો જથ્થો બળી ગયો.

    અરવલ્લીઃ ધનસુરા પાસે ટ્રક પલટી જવાથી અકસ્માત સર્જાયો છે. ટ્રક પલટવાથી એમાં આગ લાગવાથી એમાં રહેલો વેફરનો જથ્થો તથા બીજી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

    મળતી વધુ વિગત મુજબ, અરવલ્લીના ધનસુરા પાસે શિકા ચોકડી પાસેથી પસાર થઈ રહેલી ટ્રક અચાનક પલટી ગઈ હતી. ટ્રક પલટતાં એમા આગ લાગી હતી. આગ લાગવાને કારણે ટ્રકમાં રહેલો વેફરનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. ટ્રકચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં મોડાસાની ફાયર ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે ચંપલ અને વેફરનો જથ્થો બળી ગયો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Dhansura, અરવલ્લી, ગુજરાત

    આગામી સમાચાર