અરવલ્લી: બાયડના કાવઠ પાસે ત્રિપલ અકસ્માત, એકનું સ્થળ પર જ મોત, 18 ઘાયલ

News18 Gujarati
Updated: November 9, 2018, 9:35 PM IST
અરવલ્લી: બાયડના કાવઠ પાસે ત્રિપલ અકસ્માત, એકનું સ્થળ પર જ મોત, 18 ઘાયલ
અરવલ્લી: ત્રિપલ અકસ્માત

અત્યારે દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે. ત્યારે ત્રણ દિવસથી સળંગ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.

  • Share this:
તહેવારના ત્રીજા દિવસે પણ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. રાજ્ય સહિત દેશભરમાં ટ્રાફિક અને અકસ્માતની ઘટનાઓ ખુબ વધી રહી છે. દરેક શહેરમાં વાહનોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે, જેને લઈ અકસ્માત વધી રહ્યા છે. રોજે રોજ કેટલાએ લોકો રોડ અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે. સરકાર દ્વારા પણ રોડ અકસ્માતને લઈ ઝડપની મજા, મોતની સજા જેવા સ્લોગન લગાવવામાં આવે છે. પરંતુ, લોકોની બેદરકારી અને રોડ રસ્તા ખરાબ હોવાના કારણે અકસ્માતનો ભોગ લોકો બનતા હોય છે. વાહન ચલાવવામાં થોડી અસાવધાની મોતને આમંત્રણ આપી દે છે. આજ રીતે આજે ભાઈબીજના દિવસે અરવલ્લી જીલ્લામાં ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એકનું ઘટના સ્થળ પર જ મોત થયું છે, જ્યારે 18 લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના કાવઠ પાટીયા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રીક્ષા, કાર અને બાઈક વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે, જ્યારે 18 લોકોને નાની મોટી ઈજા થઈ છે.

અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે વાત્રક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત મેઈન રોડ પર થતા મોટો ટ્રાફિકજામ સર્જાયો હતો, લોકોના ટોળે ટોળા અકસ્માત જોવા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મામલો હાથમાં લઈ ટ્રાફિકજામ દૂર કરી મૃતકને પીએમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અત્યારે દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે. ત્યારે ત્રણ દિવસથી સળંગ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આ પહેલા દિવાળીના દિવસે પણ રાજ્યમાં ચાર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં અમરેલીમાં બાઈક સ્લીપ થતા બે યુવાનના મોત થયા હતા, જ્યારે સુરેન્દ્રનગર પાસે લીમડી-અમદાવાદ હાઈવે પર અક્સમાતમાં એકનું મોત થયું હતું, તો આ બાજુ અરવલ્લી જીલ્લામાં એક જ હાઈવે પર બે અક્સમાતની ઘટના સર્જાઈ હતી જેમાં બે લોકોના મોત થયા હતા. ત્યારબાદ બેસતા વર્ષે પણ બે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે ઘટના નવા વર્ષની શરૂઆતમાં જ સામે આવી હતી. એક અકસ્માતની ઘટના વલસાડમાં સર્જાઈ છે, તો બીજી ઘટના બનાસકાંઠાથી સામે આવી છે. આ બે દુર્ઘટનાઓમાં કુલ પાંચ લોકોના મોત નિપજ્યા હતા.
First published: November 9, 2018, 9:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading