અરવલ્લીઃ શામળાજી પાસેથી મોટા જથ્થામાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

News18 Gujarati
Updated: April 1, 2018, 4:38 PM IST
અરવલ્લીઃ શામળાજી પાસેથી મોટા જથ્થામાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
શામળાજીઃ ચંપલની આડમાં લાવવામાં આવી રહેલો રૂ.4.80 લાખનો દારૂ ઝડપાયો.

  • Share this:
અરવલ્લીઃ શામળાજી નજીક અણસોલ પાસેથી પોલીસે મોટા જથ્થામાં દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી છે. પોલીસે ચંપલની આડમાં લાવવામાં આવી રહેલો રૂ.4.80 લાખનો દારૂ ઝડપી લીધો છે. દારૂના જથ્થા સાથે બે આરોપીની અટકાયત કરવામાં આવી છે.

મળતી વધુ વિગત મુજબ, બાતમીને આધારે પોલીસે અરવલ્લીના શામળાજી પાસેથી રાજસ્થાનથી આવી રહેલી ટ્રકને અટકાવી હતી. પોલીસ-તાપાસમાં ટ્રકમાંથી ચંપલનાં બોક્સ મળી આવ્યાં હતા, વધુ તપાસ કરતાં ચંપલની આડમાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી 100 પેટી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત આશરે રૂ.4.80 લાખ થાય છે. પોલીસે દારૂ ભરી આવતા હરિયાણાના બે શખસોની અટકાયત કરી છે. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે ટ્રક અને દારૂ સહિત કુલ રૂ.14.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
First published: April 1, 2018, 4:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading