અરવલ્લીઃ અકસ્માત બાદ કારમાં લાગી આગ, યુવક જીવતો ભૂંજાયો, આજે છે યુવકનો જન્મદિવસ, કમકમાટી ભર્યો live video

અરવલ્લીઃ અકસ્માત બાદ કારમાં લાગી આગ, યુવક જીવતો ભૂંજાયો, આજે છે યુવકનો જન્મદિવસ, કમકમાટી ભર્યો live video
યુવક અને બળેલી કારની તસવીર

જન્મદિવસના આગલા દિવસે યુવક મિત્રને મળવા માટે જતો હતો. બે બહેનોનો એકનો એક ભાઈ હતો. અને એક વર્ષ પહેલા જ યુવકની સગાઈ થઈ હતી. એકના એક પુત્રને ગુમાવતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.

 • Share this:
  હાર્દિક પટેલ, અરવલ્લીઃ રાજ્યમાં માર્ગ અકસ્માતની (road accident) ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે ગાંધીનગર પાસે એક ચકચારી અકસ્માત થયો હતો. કાર ટ્રક પાછળ (car and truck accident) ધડાકાભેર ઘૂસી જતા કારમાં આગ (fire in car) લાગી હતી. અને કાર ચલાવતો અરવલ્લી જિલ્લાના (Arvalli) બાયડના તેનપુર ગામનો યુવક જીવતો ભૂંજાયો (burnt alive) હતો. મળતી માહિતી પ્રમાણે યુવક મિત્રને મળવા માટે જતો હતો અને કાળ ભરખી ગયો હતો. બે બહેનોનો એકનો એક ભાઈ હતો. અને એક વર્ષ પહેલા જ યુવકની સગાઈ થઈ હતી. એકના એક પુત્રને ગુમાવતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આજે યુવકનો જન્મ દિવસ છે. જન્મ દિવસ (birthday) પૂર્વે જ યુવક કારમાં જીવતો બળી જતા કમકમાટી ફેલાઈ હતી.

  ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના તેનપુર ગામે રહેતો કિશન રાજેશભાઈ પટેલ પોતાની સ્વીફટ કાર લઈને મિત્રને મળવા માટે ચિલોડા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન દહેગામના સોલંકીપુરા પાટીયા પાસે આગળ જતી ટ્રકની પાછળ કિશનની કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત થતા કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો અને જોતજોતામાં ડીઝલ કારમાં કોઈ કારણોસર સ્પાર્ક થતાં ભભૂકી ઉઠી હતી.  અકસ્માત બાદ અચાનક કારમાં આગ લાગતા આસપાસના ગ્રામજનો તેમજ વાહન ચાલકો દોડી આવ્યા હતા, પરંતુ ઓટોમેટીક કારના દરવાજા બંધ થઈ જવાના કારણે કારના દરવાજા ખુલી શક્યા ન હતા. જેના કારણે થોડી મિનિટોના ગાળામાં જ આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં કિશન આગમાં ભડથું થઇ ગયો હતો.આગની તીવ્ર જ્વાળાઓના કારણે કમનસીબે તેને બચાવી શકાયો ન હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકી

  આ પણ વાંચોઃ-ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ

  આ બનાવની જાણ થતા દહેગામ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ હતી. જેમાં કિશન પણ જીવતો ભુજાઈ ગયો હતો. આ બનાવની જાણ થતા દહેગામ પોલીસ મથકના અમલદાર જે.કે.રાઠોડ પોતાના કાફલા સાથે સ્થળ પર દોડી આવ્યા હતા.પોલીસે અકસ્માત અંગે જાણ કરતા યુવકના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. જેમના આક્રંદથી સમગ્ર વાતાવરણ શોકમગ્ન બની ગયું હતું.

  આ પણ વાંચોઃ-યુવતીને ખભા ઉપર બેસાડી યુવતીનો બૂલેટ ઉપર ખતરનાક સ્ટંટનો live video, પોલીસ ફટકાર્યો રૂ. 28,000નો દંડ

  આ પણ વાંચોઃ-શિક્ષકનો પગાર છે માત્ર રૂ.48 હજાર, વૈભવી ઘર, જમીનો અને દુકાનો સહિત કરોડોનો માલિક નીકળ્યો

  આ અંગે પોલીસે જણાવ્યું હતું કિશન બાયડથી ગાંધીનગર કાર લઈને આવી રહ્યો હતો ત્યારે આકસ્માત સર્જાયો હતો ,અકસ્માત થયા બાદ ટ્રકનો ડ્રાઈવર નાસી છૂટયો હતો.કિશન પટેલનો 18મી તારીખે જન્મદવિસ હતો.  પરંતુ, કિશન જન્મદિવસની ઉજવણી કરે તેના એક દિવસ પહેલા જ પોતાની કારમાં ગાંધીનગર આવી રહ્યો હતો ત્યારે દહેગામ નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતા કારમાં આગ ફાટી નીકળી હતી. જેમાં કિશનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પરિવારે એકના એક દીકરાને ગુમાવતા આભ તૂટી પડ્યું હતું. બે બહેનોનો એકનોએક ભાઈ હતી.
  Published by:ankit patel
  First published:March 18, 2021, 17:34 pm

  ટૉપ ન્યૂઝ