અરવલ્લી: હાર્દિકના સમર્થનમાં 50 લોકોએ કરાવ્યું મુંડન, 200 મહિલા ઉતરી ઉપવાસ પર

News18 Gujarati
Updated: September 1, 2018, 3:26 PM IST
અરવલ્લી: હાર્દિકના સમર્થનમાં 50 લોકોએ કરાવ્યું મુંડન, 200 મહિલા ઉતરી ઉપવાસ પર
News18 Gujarati
Updated: September 1, 2018, 3:26 PM IST
હાર્દિક પટેલ (અરવલ્લી)

અરવલ્લી જિલ્લાના છાપરિયા ગામના 50 થી વધુ પાટીદારોએ હાર્દિકના સમર્થનમાં માથે મુંડન કરાવ્યું છે અને ભાઈઓ સહિત 200 જેટલી મહિલાઓ ઉપવાસ ઉપર ઉતરી રામધૂન બોલાવી ઉપવાસ આંદોલનમાં સમર્થન કર્યું છે.

પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા અનામતની માંગણીને લઇ સરકારની મંજૂરી નહીં મળતા પોતાના ઘરે જ ઉપવાસ આંદોલન ચાલુ કર્યુ છે ત્યારે ઉપવાસના આજે આઠમા દિવસે પાટીદાર ભાઈઓ અને મહિલાઓ પણ હાર્દિકના સમર્થનમાં બહાર આવ્યા છે. અરવલ્લી જિલ્લાના છાપરિયા ગામના 50થી વધુ યુવાનોએ માથે મુંડન કરાવ્યું હતું. પોતાના વાળ હાર્દિક માટે ત્યાગ કરી તેને સમર્થન આપ્યું હતું. જ્યારે આ ગામની 200થી વધુ મહિલાઓ પણ એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેઠી હતી અને રામધૂન બોલાવી જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા.

ઉપવાસ ઉપર બેઠેલા ભાઈઓ અને મહિલાઓએ હાર્દિકના સમર્થન ઉપર સરકાર સામે રોષ વ્યકત કરી સરકાર પાટીદારો થી ગભરાઈ ગઈ છે અને માટેજ અમને લોકોને હાર્દિકના નિવાસસ્થાન સુધી જવા દેતી નથી તેવો આક્ષેપ કર્યો હતો તેમજ મશાલ સળગાવી આગામી દિવસોમાં જો હાર્દિકને કાઈ પણ થયું તો ભગતસિંહના માર્ગે આંદોલન કરવામાં આવશે.છાપરીયા સ્થાનિક કિરીટભાઈ પટેલે જણાવ્યું કે, અમારો હાર્દિક પટેલ અમારા માટે ઉપવાસ પર ઉતર્યો છે એટલે અમે આજે યુવાનો મુંડન કરાવી હાર્દિકને સમર્થન કરી રહ્યા છે ત્યારે આજે મહિલાઓ પણ ઉપવાસ પર બેથી છે.
Loading...

છાપરીયા સ્થાનિક કોકીલાબેન પટેલે કહ્યું કે, અમે મહિલાઓ હાર્દિક સાથે છીએ અને હાર્દિક અમારા માટે જે મહેનત કરી રહ્યો છે તેને ભગવાન સારું સ્વાસ્થ્ય આપે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
First published: September 1, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...