Home /News /north-gujarat /અરવલ્લી: ટ્રકે બાઇકને મારી ટક્કર, દંપતી સહિત બે બાળકોના મોત

અરવલ્લી: ટ્રકે બાઇકને મારી ટક્કર, દંપતી સહિત બે બાળકોના મોત

બાયડ અકસ્માતમાં ટ્રકે બાઇકને ટક્કર મારી છે.

બાયડ પાસેના ગાબટ રોડ પર અકસ્માતમાં એક પરિવારનો માળો વિખેરાયો છે. ગેસના સિલિન્ડર ભરેલા ટ્રકે બાઇકને ટક્કર મારી હતી.

અરવલ્લી: બાયડમાં ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારવાની ઘટના સામે આવી છે. જેમાં બાઇક સવાર દંપતી અને બે બાળકોનાં કરૂણ મોત નીપજ્યા છે. બાયડ પાસેના ગાબટ રોડ પર અકસ્માતમાં એક પરિવારનો માળો વિખેરાયો છે. ગેસના સિલિન્ડર ભરેલા ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. આ કરૂણ સમાચારને કારણે આખા પરિવાર અને પંથંકમાં શોક વ્યાપી ગયો છે. આ અંગે બાયડ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દુખદ અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

એક જ પરિવારનો માળો વિખરાયો


મળતી પ્રાથમિક માહિતી અનુસાર, રવિવારની વહેલી સવારે બાયડ શહેરના ગાબટ રોડ પર દુખદ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારનો માળો વિખરાયો છે. આજે વહેલી સવારે CNG સપ્લાય કરતી ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બાઈક સવાર દંપતી સહિત બે બાળકો એટલે કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે. અક્સમાત સર્જનાર ટ્રકનો નંબર GJ01 CV9102 છે. આ અંગેની જાણ થતાં બાયડ પોલીસની ટીમ બનાવસ્થળે દોડી આવી છે. આ ગોઝારા અકસ્માત બાદ રસ્તા વચ્ચે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં આ સપ્તાહ કાળઝાળ ગરમી સાથે અનેક વિસ્તારોમાં માવઠા

લોકોમાં રોષ


આ અકસ્માત બાદ ત્યાં હાજર લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. તેમણે તાત્કાલિક 108ની એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પરંતુ તે આવે એ પહેલા જ ચારેય લોકોના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા.

પહેલા પણ થયો હતો આવો અકસ્માત


થોડા સમય પહેલા પણ મોડાસા હિંમતનગર હાઈવે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારનાં ત્રણ લોકોના મોત સર્જાતા ઘટનાસ્થળે રોકકળ મચી ગઇ હતી. આખું પરિવાર હિબકે ચઢ્યું હતુ. મોડાસાના રસુલપુર પાસે થયેલા અકસ્માતમાં મૃતકોમાં માસી અને ભાણિયા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે.
First published:

Tags: Accidents, Arvalli News, Gujarat News