હત્યારા કિરણ ભગોરા અને મૃતક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો.
19 વર્ષનો કિરણ ભગોરા અને મૃત યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો પરંતું યુવતી અન્ય યુવક સાથે પ્રેમમાં હોવાની શંકાએ કિરણ ભગોરાએ યુવતીનું અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ તેની હત્યા કરી નાંખી હતી.
અરવલ્લી (Aravali)ના મેઘરજ (Megahraj)ની કોલેજિયન યુવતીની હત્યા (Murder)નો ભેદ ઉકેલાયો છે. યુવતીની હત્યા (Megahraja Murder)કરનાર બીજુ કોઇ નહીં પણ ઘટનાને નજરે જોનારનો ઢોંગ કરનાર જ હોવાનો ખુલાસો થયો છે. ત્યાં જ આરોપીએ પોલીસ (Aravali Police) અને પરિવારને ઘટનાની ખોટી માહિતી આપી છેતર્યા હોવાનું પણ સામે આવ્યું છે. 19 વર્ષનો કિરણ ભગોરાને પોલીસે ઝડપી પાડ્યો છે. જેણે બેડઝ ડુંગર પર યુવતીની હત્યા કરી લાશને લટકાવી દીધી હતી. પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પ્રેમિકાનું ઢીમ ઢાળી દીધું હોવાનું સામે આવ્યું છે.
અરવલ્લીના મેઘરજ ખાતે ચાર દિવસ પહેલા એક કોલેજિયન યુવતીની હત્યા થઇ હતી જેનો આજે ભેદ ઉકેલાયો છે. પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે, ઘટના વખતે હાજર સાક્ષી જ આરોપી છે. આરોપી પોલીસ અને પરિવારને ઘટનાની ખોટી માહિતી આપી છેતરતો હતો. જિલ્લા LCB ની ટીમે 19 વર્ષના કિરણ ભગોરાની ધરપકડ કરી ખુલાસો કર્યો છે. ત્યારે વધુ માહિતી અનુસાર યુવકે યુવતીનું અપહરણ કરી હત્યાને અંજામ આપ્યું હતું. આ ઉપરાંત પોલીસને આરોપી પાસેથી યુવતીનો ફોન પણ મળી આવ્યો છે.
19 વર્ષનો કિરણ ભગોરા અને મૃત યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો પરંતું યુવતી અન્ય યુવક સાથે પ્રેમમાં હોવાની શંકાએ કિરણ ભગોરાએ યુવતીનું અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ તેની હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ તેણે બેડઝ ડુંગર પર યુવતીની લાશ લટકાવી દીધી હતી અને બાદમાં યુવતીના પરિવારજનો અને પોલીસને તેણે ગેરમાર્ગે દોર્યા હતા.
પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પ્રેમિકાનું ઢીમ ઢાળી દીધા બાદ પોલીસને આ અંગે જાણ કરાઇ હતી. જેમા જિલ્લા LCB ની ટીમે હત્યારા સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરી હતી. જેમા મોટી પંડુલી ગામની યુવતીનું અપહરણ કરી હત્યા કરાઈ હોવાના પરિજનોએ આક્ષેપ કર્યો હતો. હત્યા દરમિયાન યુવતી અને આરોપી બંનેનો મોબાઈલ ફોન ગુમ હતો. જે બાદમાં યુવતીનો ફોન આરોપી પાસેથી મળી આવ્યો હતો અને હત્યારાએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબુલ કરી લીધો હતો. હાલમાં જિલ્લા LCB ની ટીમે 19 વર્ષના કિરણ ભગોરાની ધરપકડ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર