અરવલ્લીઃ મોડાસામાં બેલેઝા કોસ્મેટિક્સ ફેકટરીમાં ભીષણ આગ

અરવલ્લીઃ મોડાસામાં બેલેઝા કોસ્મેટિક્સ ફેકટરીમાં ભીષણ આગ.

 • Share this:
  અરવલ્લીઃ મોડાસામાં હજીરા વિસ્તારમાં બેલેઝા કોસ્મેટિક્સ નામની ફેકટરીમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે. આગના બનાવની માહિતી મળતાં મોડાસાના બે ફાયર ફાઇટરો બનાવને સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. આગને કારણે કોઈ જાનહાનિ થઇ નથી, પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

  મળતી વધુ વિગત મુજબ, મોડાસામાં હજીરા વિસ્તારમાં આવેલી બેલેઝા કોસ્મેટિક્સ નામની ફેકટરીમાં આજે અચાનક આગ લાગી હતી. આગે જોતજોતાંમાં મોટું સ્વરૂપ ધારણ કરી લેતાં ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને કારણે ધુમાડાના ગોટેગોટા હવામાં ઊંચે ઊડી રહ્યાં હતાં. ચારેબાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટર બનાવસ્થળે પહોંચી આગ બુઝાવવાનો પ્રયત્નો કરી રહ્યા છે.

  માહિતી મળતાં જ પોલીસ પણ બનાવસ્થળે પહોંચી આગ લાગવાનું કારણ તપાસી રહી છે. આગ લાગવાને કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પણ બેલેઝા કોસ્મેટિક્સમાં મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું કારણ હજી જણાયું નથી. અંતે ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવી લીધો છે.

  Published by:Sanjay Joshi
  First published: