Home /News /north-gujarat /Addiction Free Village: ભારતનું પ્રથમ વ્યસન મુક્ત ભેખડિયા ગામ, જ્યાં દારૂ, ગુટખા અને તમ્બાકુ પર છે પ્રતિબંધ

Addiction Free Village: ભારતનું પ્રથમ વ્યસન મુક્ત ભેખડિયા ગામ, જ્યાં દારૂ, ગુટખા અને તમ્બાકુ પર છે પ્રતિબંધ

ભારતનું પહેલું ગામ ભેખડીયા દિવ્ય ગામ અને વ્યસન મુક્ત ગામ બન્યું છે.

ગામના સમજું લોકોમાં ચિતા હતી જેને લઇ ગામના વડીલો અને સામાજિક સંસ્થાઓએ ગામના તમામ લોકોને ભેગા થવાનું જણાવ્યું હતું અને એક નિર્ણય લેવાયો કે દારૂનો ધંધો ન કરે દારૂનું સેવન ન કરે.

  સેહજાબ ખત્રી, છોટાઉદેપુર: ભારતનું પ્રથમ અને વ્યસન મુક્ત અને દિવ્ય ગામ તરીકે ઓળખાતું કવાંટ તાલુકાનું ભેખડિયા (Bhekhadiya Village) ગામ (Addiction free village of Gujarat). આ ગામમાં લોકો આજે પરિવાર સાથે ખુશહાલ જિંદગી ગુજારી રહ્યા છે. આજે બરવાડા ગામે જે લઠ્ઠાકાંડ (Barwala Chemicalkand) થયો જેને લઇ ગામના લોકો દુઃખ તો વ્યક્ત કરી રહ્યા છે સાથોસાથ તેમના ગામની નોંધ ગુજરાતના અન્ય ગામના લોકો લે તેવું ઇચ્છી રહ્યા છે.

  બરવાડા ગામે જે લઠ્ઠાકાંડ થયો જેમાં કેટલીય જિંદગી હોમાઈ કેટલાક પરિવારો ઉજડી ગયા. કેટલાક પરિવારોએ ઘરના મોભીને ગુમવ્યા આજે ગામમાં માતમ છવાયો છે. દરેક લોકોનું કહેવું છે કે જેમને પોતાનો જીવ ગુમાવ્યો તે નશાના બાંધણી ન હોત તો આજે તેમને પોતાનો જીવ ગુમાવવાનો વારો કદાચ ના આવ્યો હોત.  આજે ગુજરાતના લોકો બરવાડાના બનાવને લઈ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. મોભીને ગુમાવનાર પરિવારની ચિંતા કરી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ભેખડીયા ગામના લોકો બનાવને લઈ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. અને સાથોસાથ સંદેશો પણ આપી રહ્યાં છે કે વ્યસન મુક્ત બનેલા તેમના ગામની નોંધ લે કે ભવિષ્યમાં બરવાડા ગામ જેવો ફરી બનાવ ના બને.

  આ પણ વાંચો- બોટાદ કેમિકલકાંડના દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થશે: હર્ષ સંઘવી

  કવાંટ તાલુકાનું 1500 ની વસ્તી ધરાવતું આદિવાસી વિસ્તારનું ભેખડિયા ગામ નશાનું બંધાણી ગામ હતું. નશાના સેવનને લઈ લોકોની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. જે લોકો કમાતા હતા તે દારૂ અને નશાના વ્યસનમાં ખર્ચી નાખતા પરિવારમાં ઝઘડા થતા હતા. ગામના સમજું લોકોમાં ચિતા હતી જેને લઇ ગામના વડીલો અને સામાજિક સંસ્થાઓએ ગામના તમામ લોકોને ભેગા થવાનું જણાવ્યું હતું અને એક નિર્ણય લેવાયો કે દારૂનો ધંધો ન કરે દારૂનું સેવન ન કરે. તમાકુ-ગાંજાના સેવન પર પણ પ્રતિબંધ મુકાયો હતો અને સાથોસાથ એ પણ નિર્ણય લેવાયો કે ગામમાં લગ્ન પ્રસંગમાં ડીજે કે બેન્ડ અને દારૂખાનાનો ઉપયોગ પણ ના કરે.

  આ પણ વાંચો- પરિણીતા માટે સાસરિયાં બન્યા હેવાન, પ્રાઈવેટ પાર્ટમાં શરમજનક કૃત્ય કરતા મહિલા બેભાન

  આ નિર્ણયને ગામ લોકોએ વધાવી લીધો સાથોસાથ એ પણ નક્કી કરવામાં આવ્યું કે આ લેવાયેલ નિર્ણયનો ગામનો કોઈ વ્યક્તિ ઉલ્લંઘન કરશે તો ગામ લોકો તેની સાથે સબંધ નહીં રાખે. જેની જબરજસ્ત અસર થઈ, આજે ચાર વર્ષ થયા, ગામ વ્યસન મુક્ત બન્યું છે. ગામની કોઈ પણ દુકાને બીડી સિગારેટ કે ગુટખા નથી મળતા. ગામના તમામ લોકો ખુશહાલ જીવન ગુજારી રહ્યા છે.

  ગામના આ નિર્ણયથી નોંધ લેવાઈને ભારતનું પહેલું ગામ ભેખડીયા દિવ્ય ગામ અને વ્યસન મુક્ત ગામ બન્યું છે. આ ગામના સંપને લઈ કેટલીક સામજિક સંસ્થાઓ પણ તેમની વ્હારે આવી છે. ગામમાં કોઈ પણ સમસ્યા કે તકલીફ ગામના લોકોને પડતી નથી. આ ગામની નોંધ ગુજરાતના અન્ય ગામના લોકો લે તો ભરવાડામાં જે બનાવ બન્યો તેને ટાળી શકાય.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Gujarati news, ઉત્તર ગુજરાત, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन