મોડાસા : કાપડની દુકાનમાં આખલો ઘૂસી જતા ગ્રાહકોની ભાગદોડ

દુકાનમાં ઘૂસી ગયેલો આખલો.

મોડાસાના શ્યામસુંદર શોપિંગ સેન્ટરમાં આવેલી કાપડની દુકાનમાં ગ્રાહકો હાજર હતા ત્યારે જ એક આખલો ઘૂસી ગયો હતો.

 • Share this:
  મોડાસા : જોવામાં ખૂબ રમૂજી લાગતો પરંતુ નુકસાન પહોંચાડી શકે તેવો એક બનાવ અરવલ્લીના મોડાસા (Modasa)માં બની ગયો છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં ખૂબ વાયરલ થયો છે. અહીં એક દુકાનમાં આખલો (Bull) ઘૂસી ગયો હતો. જે બાદમાં દુકાનમાં રહેલા ગ્રાહકોમાં (Customer) ભાગદોડ મચી જવા પામી હતી. આ બનાવમાં કોઈ ઈજાગ્રસ્ત થયાના સમાચાર નથી મળ્યા. જોકે, આ અંગેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

  મળતી માહિતી પ્રમાણે જિલ્લાના મોડાસામાં આવેલી એક કાપડની દુકાનમાં ગ્રાહકો હાજર હતા ત્યારે જ એક આખલો ઘૂસી ગયો હતો. શ્યામસુંદર શોપિંગ સેન્ટરમાં આવેલી આ દુકાનમાં આખલો ઘૂસી ગયો હતો. અ અંગેનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે.

  વીડિયોમાં જોઇ શકાય છે કે પાંચથી છ જેટલી મહિલાઓ દુકાનમાં હાજર છે. આ દરમિયાન દુકાનદાર તેઓને કાપડ બતાવી રહ્યો છે. આ દરમિયાન જ બહારથી એક આખલો દુકાનમાં ઘૂસી આવે છે. જોકે, દુકાન માલિકની સમયસૂચકતાને કારણે ગ્રાહકો અને દુકાન બંનેને નુકસાન થતા ટળી ગયું હતું.

  વીડિયોમાં જુઓ : નડાબેટ સમુદ્રમાં ફેરવાયું!

  વીડિયોમાં જોઈ શકાય છે કે દુકાન બહાર ઊભેલી એક મહિલા પણ આખલાને પોતાની તરફ આવતો જોઇને દુકાન અંદર દોડી આવે છે. આખલો છેક દુકાનમાં અંદર ઘૂસી જતાં અંદર રહેલી મહિલાઓ ખૂબ ડરી જાય છે અને જીવ બચાવવા માટે દુકાનના એક ખૂણા તરફ દોડી જાય છે. જોકે, આ દરમિયાન દુકાન માલિક આખલાનું એક શિંગડું પકડી લે છે અને તેને બહારની તરફ ધકેલે છે. દુકાન માલિકના આવા પ્રયાસથી આખલો ભાગી ગયો હતો. જે બાદમાં દુકાનની અંદર રહેલા ગ્રાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ આખો બનાવ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: