અરવલ્લીઃ 45 વર્ષીય મહિલાના ગર્ભાશયમાંથી 4.3 કિલોની ગાંઠ દૂર કરાઇ

News18 Gujarati
Updated: July 23, 2019, 1:59 PM IST
અરવલ્લીઃ 45 વર્ષીય મહિલાના ગર્ભાશયમાંથી 4.3 કિલોની ગાંઠ દૂર કરાઇ
મહિલા દર્દી અને ગાંઠની તસવીર

અરવલ્લી જિલ્લામાં મોડાસામાં ગાયનેક ડોક્ટરે એક મહિલા ગર્ભાશયમાં રહેલી એક મોટી 4.3 કિલો વજનની ગાંઠ બહાર કાઢીને મહિલાને જીવતદાન બક્ષ્યું હતું.

  • Share this:
હાર્દિક પટેલઃ અરવલ્લી જિલ્લામાં મોડાસામાં ગાયનેક ડોક્ટરે એક મહિલા ગર્ભાશયમાં રહેલી એક મોટી 4.3 કિલો વજનની ગાંઠ બહાર કાઢીને મહિલાને જીવતદાન બક્ષ્યું હતું.

મેઘરજ તાલુકાના કુણોલ ગણની 45 વર્ષીય મહિલા રંજનબેન વિનોદભાઈ દરજી છેલ્લા ચારેક માસથી પેટમાં અસહ્ય દુ:ખાવાનો સામનો કરી રહી હતી.ચાર મહિનાથી સતત દુખાવો રહેતા તેના ઈલાજ માટે આ મહિલા દર્દી મોડાસાની શ્રીનાથ હોસ્પિટલમાં ગાયનેક ડૉ. જલ્પાબેન શાહ પાસે આવી નિદાન કરાવતા દુખાવાનું કારણ ગર્ભાશયમાં ગાંઠ હોવાનું જણાયું હતું.

આથી તેણી ઉપર શસ્ત્રક્રિયા કરવા નિર્ણય લેવામાં આવ્યો અને જવલ્લે જ જોવા મળતી આ ગાંઠનું કદ પ્રમાણમાં મોટું હોઈ નિષ્ણાત ગાયનેક તબીબ ડો જલ્પાબેન શાહ,ડો અંબરીશ પંચાલ અને ડો હિરેનભાઈ શાહની ટીમે કલાકોની મહેનત બાદ સફળ ઓપરેશન કરીને ગાંઠની મહિલાના શરીરમાંથી દૂર કરી હતી.

આ મહિલા દર્દીના ગર્ભાશયમાંથી 4.3 કિલો ગ્રામની ગાંઠ સફળતા પૂર્વક બહાર કાઢીને તેણીને જીવતદાન બક્ષ્યું હતું. મોતના મુખમાંથી પાછી આવેલી મહિલાના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. પરિવારમાં ખુશીઓ પરત આવતા સ્વજનોએ ડો જલ્પાબેન શાહ અને તબીબોની ટીમ અને ભગવાનનો આભાર માન્યો હતો.
First published: July 23, 2019
વધુ વાંચો
अगली ख़बर